એલજી વી20 Vs ગૂગલ પિક્સલ એક્સએલ, કયો સ્માર્ટફોન છે વિનર, જાણો

એલજી વી20 સ્માર્ટફોન તેવા સમયે આવ્યો જયારે ગેલેક્ષી નોટ 7 માં બ્લાસ્ટ થવાના સમાચાર આવ્યા હતા.

By Anuj Prajapati
|

એલજી ઘ્વારા ગયા વર્ષે જ વી સિરીઝનો પહેલો સ્માર્ટફોન એલજી વી10 લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે તેનો નવો વી સિરીઝ સ્માર્ટફોન એલજી વી20 આવ્યો છે.

એલજી વી20 Vs ગૂગલ પિક્સલ એક્સએલ, કયો સ્માર્ટફોન છે વિનર, જાણો

એલજી વી20 સ્માર્ટફોન તેવા સમયે આવ્યો જયારે ગેલેક્ષી નોટ 7 માં બ્લાસ્ટ થવાના સમાચાર આવ્યા હતા. તેવામાં એલજી વી20 સ્માર્ટફોનના બધે થી વખાણ થતા હતા. બીજી બાજુ ગૂગલ પિક્સલ એક્સએલ સ્માર્ટફોન જે ગૂગલ ઘ્વારા બનાવવામાં આવેલો પહેલો સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોન માટે એચટીસી ની મદદ ચોક્કસ લેવામાં આવી હતી.

વોડાફોન બધા જ 4જી રિચાર્જ પર ડબલ ડેટા ફાયદો આપી રહ્યું છે.

ભારતમાં 2 મહિના પછી એલજી વી20 સ્માર્ટફોન કોઈ પણ પ્રકારના મોડિફિકેશન વિના લોન્ચ કરવામાં આવ્યો. આ સ્માર્ટફોન ગેલેક્ષી નોટ 7 ને રિપ્લેસ કરવા માટે પરફેક્ટ ચોઈસ હતી. પરંતુ ગૂગલ પિક્સલ એક્સએલ સ્માર્ટફોન પણ તેવા સમયે ટક્કર આપવામાં હાજર જ હતો. જાણો આ બંને સ્માર્ટફોનમાંથી કયો સ્માર્ટફોન તમને પસંદ કરી શકો છો.

ડિઝાઇન: એલજી વી20 જ વિનર છે

ડિઝાઇન: એલજી વી20 જ વિનર છે

જો ડિઝાઇનની વાત કરવામાં આવે તો એલજી વી20 જ વિનર છે. એલજી વી20 સ્માર્ટફોનને એલ્યૂમિનિયમ બોડીમાં ખુબ જ સુંદર રીતે ક્રાફટ કરવામાં આવ્યો છે. એલજી ના પહેલા સ્માર્ટફોન એલજી વી10 સ્માર્ટફોન થી વધારે ચેન્જ કરવામાં નથી આવ્યો, પરંતુ કેટલાક સ્ટેબલ ચેન્જ કર્યા છે. જેના કારણે તેનો લૂક ખુબ જ સુંદર દેખાઈ આવે છે.

ગૂગલ પિક્સલ એક્સએલ સ્માર્ટફોન ડિઝાઇન માટે એટલું જ કહેવું છે કે તે એપલ આઈફોન 7 નું ગૂગલ વર્ઝન છે. પરંતુ તેનો ફ્રન્ટ વ્યુ બરાબર નથી લાગી રહ્યો.

ડિસ્પ્લે: એલજી વી20 અહીં પણ આગળ

ડિસ્પ્લે: એલજી વી20 અહીં પણ આગળ

બંને સ્માર્ટફોનમાં મોટી ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ એલજી વી20 સ્માર્ટફોનની ડિસ્પ્લે ગૂગલ પિક્સલ સ્માર્ટફોનની ડિસ્પ્લે કરતા થોડી મોટી છે. એલજી વી20 સ્માર્ટફોનમાં સેકન્ડરી ડિસ્પ્લેમાં 1040*160 પિક્સલ રિઝોલ્યૂશન આપવામાં આવ્યું છે. જયારે તેની સેકન્ડરી ડિસ્પ્લેમાં 2560*1440 પિક્સલ રિઝોલ્યૂશન આપવામાં આવ્યું છે. જો તેનો સૌથી મોટો ફાયદો છે.

ગૂગલ પિક્સલ એક્સએલ સ્માર્ટફોનમાં તમને 5.5 ઇંચ ડિસ્પ્લે અને 2560*1440 પિક્સલ રિઝોલ્યુશન આપવામાં આવ્યું છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

કેમેરા: ગૂગલ પિક્સલ એક્સએલ સ્માર્ટફોન

કેમેરા: ગૂગલ પિક્સલ એક્સએલ સ્માર્ટફોન

ગૂગલ પિક્સલ એક્સએલ સ્માર્ટફોનનો કેમેરો બેસ્ટ રેટિંગ કેમેરામાં લિસ્ટેડ છે. ગૂગલ પિક્સલ એક્સએલ સ્માર્ટફોનમાં 12.3 મેગાપિક્સલ સેન્સર એલજી વી20 સ્માર્ટફોનમાં 16 મેગાપિક્સલ સેન્સર આપવામાં આવ્યું છે. પરંતુ ગૂગલ સ્માર્ટફોનમાં તમને ઓટો એચડીઆર મોડ અને ગૂગલની ઇન્ટેલીજન્ટ ટેક્નોલોજી તેને બેસ્ટ બનાવે છે.

સોફ્ટવેર: ગૂગલ આસિસ્ટન્ટ બચાવે છે પિક્સલને.

સોફ્ટવેર: ગૂગલ આસિસ્ટન્ટ બચાવે છે પિક્સલને.

ગૂગલ પિક્સલ એક્સએલ સ્માર્ટફોન પહેલો સ્માર્ટફોન છે જે એન્ડ્રોઇડ 7.1 નોગૅટ પર કામ કરે છે. તેની સાથે સાથે તેમાં ઘણા ફીચર પણ એડ કરવામાં આવ્યા છે જેમાં એક ફીચર ગૂગલ આસિસ્ટન્ટ પણ છે. ગૂગલ આસિસ્ટન્ટ ફીચર આપને ગૂગલ અલો એપમાં જોયું છે. પરંતુ તે વસ્તુ આખા સ્માર્ટફોનમાં કરવામાં આવી છે.

એલજી વી20 સ્માર્ટફોન પણ એન્ડ્રોઇડ 7.0 નોગૅટ પર કામ કરે છે. એલજી ઘ્વારા પણ કેટલાક રસપ્રદ ફીચર એડ કરવામાં આવ્યા છે. પરંતુ સોફ્ટવેરમાં ગૂગલ જ આગળ છે.

હાર્ડવેર: ગૂગલ સ્માર્ટફોન એલજી કરતા 10 ટકા વધુ ઝડપી છે.

હાર્ડવેર: ગૂગલ સ્માર્ટફોન એલજી કરતા 10 ટકા વધુ ઝડપી છે.

ગૂગલ પિક્સલ એક્સએલ સ્માર્ટફોનમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 821 ચિપસેટ સાથે 4જીબી રેમ આપવામાં આવી છે. એલજી વી20 સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 820 ચિપસેટ સાથે 4જીબી રેમ આપવામાં આવી છે. ક્યુઅલકોમના જણાવ્યા અનુસાર સ્નેપડ્રેગન 821 ચિપસેટ, 820 ચિપસેટ કરતા 10 ટકા વધી ઝડપી છે.

નિર્ણય: ગૂગલ પિક્સલ એક્સએલ જીતે છે

નિર્ણય: ગૂગલ પિક્સલ એક્સએલ જીતે છે

બંને ગૂગલ પિક્સલ એક્સએલ અને એલજી વી20 સ્માર્ટફોન બેસ્ટ સ્માર્ટફોન છે. પરંતુ જો બંનેની સરખામણી કરવામાં આવે તો ગૂગલ પિક્સલ એક્સએલ થોડી ખરાબ ડિઝાઇન સાથે પણ વિનર છે.

પરંતુ જો કિંમતની વાત કરવામાં આવે તો ગૂગલ પિક્સલ સ્માર્ટફોન ભારતમાં 67,000 રૂપિયાથી શરૂ થાય છે. જયારે એલજી વી20 સ્માર્ટફોનની કિંમત 54,999 રૂપિયા છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Flagship smartphone space is becoming day to day with every new smartphone. And, today we are pitting the LG V20 and Google Pixel XL against each other.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X