લેનોવો પી2 ભારતમાં લોન્ચ, 5100mAh બેટરી અને 16,999 રૂપિયા કિંમત

લેનોવો પી2 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થઇ ચુક્યો છે. આ સ્માર્ટફોનની કિંમત 16,999 રૂપિયા રાખવામાં આવી છે.

Written by: anuj prajapati

લેનોવો પી2 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થઇ ચુક્યો છે. આ સ્માર્ટફોનની કિંમત 16,999 રૂપિયા રાખવામાં આવી છે અને તે ખાસ કરીને ફ્લિપકાર્ટ પર રાખવામાં આવી છે. લેનોવો પી2 સ્માર્ટફોન ભારતમાં બે વેરિયંટમાં લોન્ચ કરવામાં આવ્યા છે.

લેનોવો પી2 ભારતમાં લોન્ચ, 5100mAh બેટરી અને 16,999 રૂપિયા કિંમત

3 જીબી રેમ ધરાવતા સ્માર્ટફોનની કિંમત 16,999 રૂપિયા રાખવામાં આવી છે, જયારે 4 જીબી રેમ ધરાવતા વેરિયંટ સ્માર્ટફોનની કિંમત 17,999 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોનની સૌથી ખાસ વાત તેમાં વાપરવામાં આવેલી બેટરી છે. આ સ્માર્ટફોનમાં 5100mAh બેટરી ઉપયોગ કરવામાં આવી છે.

એચટીસી યુ અલ્ટ્રા અને યુ પ્લે, ફોટો અને સ્પેસ લોન્ચ પહેલા જ લીક

લેનોવો પી2 સ્માર્ટફોનમાં આપવામાં આવેલા ફીચરની વાત કરવામાં આવે તો તેમાં 5.5 ઇંચ એફએચડી 1080 પિક્સલ સુપર અમોલેડ ડિસ્પ્લે વાપરવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર ઉપયોગમાં લેવામાં આવ્યું છે.

આ સ્માર્ટફોન 3 જીબી રેમ અને 4 જીબી રેમ ધરાવતા બે વેરિયંટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. બંને મોડેલમાં 32 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જેને તમે એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો.

આ શાનદાર સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. જે તેના ફ્રન્ટમાં આપવામાં આવ્યું છે. લેનોવો પી2 સ્માર્ટફોન એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરો અને 5 મેગાપિક્સલ સેલ્ફી શૂટર કેમેરો આપવામાં આવ્યો છે.

લેનોવો પી2 સ્માર્ટફોનમાં કનેક્ટિવિટી માટે 4જી LTE સપોર્ટ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ, બ્લ્યુટૂથ અને વાઇફાઇ સુવિધા આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 5100mAh બેટરી આપવામાં આવી છે. જે કંપનીના જણાવ્યા અનુસાર 3 દિવસની બેટરી લાઈફ આપે છે. આ સ્માર્ટફોનમાં ક્યુઅલકોમ ફાસ્ટ ચાર્જિંગ પણ આપવામાં આવ્યું છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
Lenovo P2 has been launched in India with a massive battery capacity of 5,100mAh that can render a three-day backup at Rs. 16,999.
Please Wait while comments are loading...

Social Counting