લિક્ડ: IFA 2017 માં સોની કદાચ પોતાનો નવો સ્માર્ટફોન એક્સપિરીયા X લાવી શકે છે

IFA 2017 માં સોની પોતાનો નવો સ્માર્ટફોન એક્સપિરીયા X લોન્ચ કરે તેવી શક્યતા

Written by: Keval Vachharajani

IFA 2016 માં સોની એ 2 એક્સપિરીયા સમાર્ટફોન ને લોન્ચ કર્યા હતા, એક્સપિરીયા XZ અને એક્સપિરીયા X કોમપેક્ટ, અને એવું લાગી રહ્યું છે કે આ જાપનીઝ સ્માર્ટફોન મેકર નો IFA 2017 માટે નો પ્લાન પણ આવો જ કંઈક છે. જો લીક થયેલા રિપોર્ટ્સ નો ભરોસો કરીયે તો સોની પોતાનો નવો ફોન એક્સપિરીયા X IFA 2017 માં લોન્ચ કરવા માટે તૈયારીઓ કરી રહ્યું છે.

લિક્ડ: IFA 2017 માં સોની કદાચ પોતાનો નવો સ્માર્ટફોન એક્સપિરીયા X લાવી

અને એવું માનવા માં આવી રહ્યું છે કે સોની એક્સપિરીયા X એ સોની એક્સપિરીયા XZ નું અનુગામી મોડેલ હશે. અને સ્લેશલિક્સ ની વેબસાઈટ પર સ્ક્રોલિંગ કરતી વખતે અમને સોની ના આવનારા સ્માર્ટફોન ની તસવીરો દેખાણી, જેને નવો એક્સપિરીયા X નું નામ આપવા માં આવેલું હતું.

જો કે સોની ના આ નવા ફોન ની તસવીરો એટલી બધી ચોખ્ખી નહતી કે અમે તેના સ્પેસિફિકેશન વાંચી શકી, પરંતુ એટલું કહી શકાય છે તેના પર થી કે કદાચ તે સ્માર્ટફોન બ્લેક કલર માં આવી શકશે અને જો તેની સ્ક્રીન ની વાત કરીયે તો તેની સ્ક્રીન પેહલા ના XZ થી મળતી જ હોવા ની શક્યતા છે.

ZTE બ્લેડ વી8 ડ્યુઅલ કેમેરા સાથે, સમય પહેલા જ થયો લીક

અને એક્સપીરિયા ના નવા સ્માર્ટફોન ના લીક થયેલા ફોટા પર એક્દુમ ધ્યાન થી જોતા એવું માની શકાય છે કે, ડિસ્પ્લે માં થોડીક બેઝલ પણ રાખવા માં આવી છે. તેમ છત્તા જો તેની ડિઝાઇન વિષે ની વાતો કરીયે તો તેની ડિઝાઇન પેહલા ના 5.5 ઇંચ ના બધા ફોન જેવી જ રાખવા માં આવી છે. અને તેના ડીમ લાઈટ માં લીધેલા ફોટોઝ પર થી એવું દેખાઈ રહ્યું હતું કે ફોન ની નીચે ની જમણી બાજુ પર એક નાનકડો કેમેરા પણ આપવા માં આવ્યો છે.

પરંતુ આ બધા લિક્સ ને સાઈડ પર રાખીયે તો સોની એ હજી સુધી પોતાના આ નવા એક્સપિરીયા X વિષે કોઈ પણ પ્રકાર ની જાણકારી હજી સુધી આપી નથી. તેથી આ જાપનીઝ કંપની બજાર માં એક નવો સ્માર્ટફોન લઇ આવે છે કે નહિ તે એક રહસ્ય રહેશે. પંરતુ કંપની એ જે રીતે પાછલા વર્ષ મા પોતાના 2 નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા તેને જોતા એવું કહી શકાય કે આ વખતે પણ IFA 2017 માં કંપની કોઈ નવા સ્માર્ટફોન લોન્ચ કરે તેની શક્યતા ખુબ જ વધારે છે.

Source

Image Credit

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોRead more about:
English summary
Sony's New Xperia X coming soon, suggests leak.
Please Wait while comments are loading...

Social Counting