એચટીસી યુ પ્લે સ્માર્ટફોનમાં જોવા નહીં મળે 3.5 એમએમ હેડફોન જેક

ફેમસ ટિપસ્ટર ઓન લીક ઘ્વારા સોશ્યિલ મીડિયા પર આવનારા એચટીસી સ્માર્ટફોન વિશે કેટલીક માહિતી પોસ્ટ કરવામાં આવી હતી.

Written by: anuj prajapati

હાલમાં જ એચટીસી ઘ્વારા લોન્ચ કરવામાં આવનાર સ્માર્ટફોન વિશે માહિતી આવી છે. આ સ્માર્ટફોન લગભગ ત્રણ મહિના પછી લોન્ચ થઇ શકે છે. એચટીસી ની ઇવેન્ટ જાન્યુઆરી 12 તારીખે રાખવામાં આવી હતી. જેમાં કંપની ઘ્વારા તેમનો લેટેસ્ટ સ્માર્ટફોન એચટીસી યુ અલ્ટ્રા બતાવવામાં આવ્યો, જેની ડિસ્પ્લે 6 ઇંચ રાખવામાં આવી છે.

એચટીસી યુ પ્લે સ્માર્ટફોનમાં જોવા નહીં મળે 3.5 એમએમ હેડફોન જેક

ફેમસ ટિપસ્ટર ઓન લીક ઘ્વારા સોશ્યિલ મીડિયા પર આવનારા એચટીસી સ્માર્ટફોન વિશે કેટલીક માહિતી પોસ્ટ કરવામાં આવી હતી. કેટલાક દિવસથી આપણે એચટીસી અલ્પીન સ્માર્ટફોન વિશે સાંભળતા આવ્યા છે અને આપણે એવું માની રહ્યા છે કે એચટીસી 11 જે એચટીસી 10 નેક્સ્ટ મોડેલ છે.

પરંતુ ટિપસ્ટર મુજબ એચટીસી અલ્પીન, એચટીસી 11 નથી. તે એક મીડ રેન્જ સ્માર્ટફોન એચટીસી યુ પ્લે છે. તેમને આ સ્માર્ટફોન વિશે કેટલીક માહિતી પણ આપી છે. આ સ્માર્ટફોન 5.2 ઇંચ ડિસ્પ્લે સાથે આવશે.

જાણો કેમ ડ્યુઅલ કેમેરા લેન્સ સ્માર્ટફોન માં ટ્રેન્ડ બની રહ્યો છે!

મળતી માહિતી મુજબ એચટીસી યુ પ્લે સ્માર્ટફોનમાં 3.5 એમએમ હેડફોન જેક આપવામાં નહીં આવે. જેનો મતલબ છે કે આ સ્માર્ટફોનમાં ઓડિયો યુએસબી ટાઈપ સી-પોર્ટ ઘ્વારા વગાડવામાં આવશે.

એચટીસી સ્માર્ટફોન લોન્ચ વિશે કોઈ પણ તારીખ હાલમાં જણાવવામાં આવી નથી. પરંતુ એમડબલ્યૂસી 2017 ઇવેન્ટમાં કોઈ માહિતી આવી શકે છે તેની આશા ચોક્કસ રાખી શકાય અને તેની સાથે એપ્રિલમાં એચટીસી 11 સ્માર્ટફોન પણ લોન્ચ થઇ શકે છે.English summary
The famous tipster, OnLeaks yet again revealed some important information regarding the upcoming HTC smartphone. Read on...
Please Wait while comments are loading...

Social Counting