એન્ડ્રોઇડ ની કહાની, કપકેક થી નોગૅટ સુધી, જાણો અહીં...

ગૂગલ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ વર્ષ 2008 માં રિલીઝ કરવામાં આવી હતી. ત્યારપછી તેમાં ખુબ જ નવા નવા અપડેટ નવા ફીચર સાથે આવતા રહ્યા.

Written by: anuj prajapati

ગૂગલ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ વર્ષ 2008 માં રિલીઝ કરવામાં આવી હતી. ત્યારપછી તેમાં ખુબ જ નવા નવા અપડેટ નવા ફીચર સાથે આવતા રહ્યા.

એન્ડ્રોઇડ ની કહાની, કપકેક થી નોગૅટ સુધી, જાણો અહીં...

એન્ડ્રોઇડની શરૂઆત એન્ડ્રોઇડ 1.0 સાથે કરવામાં આવી હતી. પરંતુ કપકેક વધારે ફેમસ હતી. હવે એન્ડ્રોઇડ કપકેક થી લઈને એન્ડ્રોઇડ નોગૅટ સુધી આગળ વધી ચૂક્યું છે. એન્ડ્રોઇડ અપડેટ તેના કેટલાક નવા ફીચર લઈને આવે છે અને તે જ ડિવાઈઝમાં નવું અપડેટ આરામ થી સેટ થઇ જાય છે.

રિલાયન્સ જિયો હેપી ન્યુ યર ઓફરની થશે ચકાસણી: આરએસ શર્મા

જો તમે એન્ડ્રોઇડ ડિવાઈઝ યુઝર હોવ તો તમને એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવા માટેની માહિતી આપવામાં આવતી હશે. પરંતુ ઘણી વખત તમને ખબર નથી હોતી કે તે અપડેટ કેવા કેવા ફેરફાર લઈને આવે છે. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે એન્ડ્રોઇડમાં અત્યાર સુધી ઓપરેટિંગ સિસ્ટમમાં કેવા કેવા ફેરફાર થઇ ચુક્યા છે.

આરકોમ 151 રૂપિયાનો પ્લાન બેસ્ટ રિચાર્જ કીટ સાબિત થઇ શકે છે..

પિક્ચર ઘ્વારા આપવામાં આવેલું પ્રેઝેન્ટેશન તમને એન્ડ્રોઇડ પ્લેટફોર્મ અને ઓપરેટિંગ સિસ્ટમમાં નવા ફીચર સાથે સમજવામાં મદદ કરશે. તો એક નજર એન્ડ્રોઇડમાં આવેલી અપડેટ અને ગૂગલ ઘ્વારા આપવામાં આવેલી નવી નવી ટ્રીટ પર ચોક્કસ કરો...

એન્ડ્રોઇડ 1.5 કપકેક

એન્ડ્રોઇડ 1.5 કપકેક એન્ડ્રોઇડ ઘ્વારા આપવામાં આવેલી સ્વીટ ટ્રીટ હતી. એન્ડ્રોઇડ 1.5 કપકેક તેની સાથે વીજગેટ સપોર્ટ, એનિમેટેડ ટ્રાન્સીશન એક હોમ સ્ક્રીનથી બીજી સ્ક્રીન તરફ જતા, ઑટોમૅટિક સ્ક્રીન રોટેશન અને સ્ટોક બુટ એનિમેશન લઈને આવ્યું હતું.

એન્ડ્રોઇડ 1.6 ડોનટ

કપકેક પછી ડોનટ આવ્યું. એન્ડ્રોઇડ 1.6 ડોનટ માં WVGA સ્ક્રીન સપોર્ટ 480*480 પિક્સલ રિઝોલ્યૂશન સાથે હતું.

નવા ગોળીઓ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

એન્ડ્રોઇડ 2.0/2.1 એકલાઈર

એન્ડ્રોઇડ એકલાઈર ઘણા બદલાવ સાથે આવ્યું. તેનો મુખ્ય ફોકસ પર્સનલાઇઝેશન પર હતો અને તેમાં વૉલપેપર અને મલ્ટી ડેસ્કટોપ સપોર્ટ જેવા ફીચર એડ કરવામાં આવ્યા હતા.

એન્ડ્રોઇડ 2.2 ફ્રોયો

આ અપડેટ એક ખાસ ફીચર સાથે આવ્યું હતું, જેમાં એન્ડ્રોઇડ યુઝર તેની ડિવાઈઝને ટચ કર્યા વગર પણ કંટ્રોલ કરી શકતો હતો. આ શક્ય બન્યું વોઇસ સર્ચ અને વોઇસ ટાયપિંગ ઘ્વારા. જે યુઝરને તેની સ્ટોરેજ સ્પેસ બચાવવા માટે પણ મદદગાર બન્યું હતું.

એન્ડ્રોઇડ 2.3 જીંજરબ્રેડ

એન્ડ્રોઇડ 2.3 જીંજરબ્રેડ સેલ્ફી કેમેરા અપડેટ સાથે આવ્યું, તેની સાથે બેરોમીટર, ગિયરોસ્કોપ અને એનએફસી સપોર્ટ પણ એડ કરવામાં આવ્યા હતા.

એન્ડ્રોઇડ 3.0 હનીકોમ્બ

એન્ડ્રોઇડ 3.0 હનીકોમ્બ તેના જુના વર્ઝન જીંજરબ્રેડ જેટલું ફેમસ થયું ના હતું. પરંતુ તે એન્ડ્રોઇડની હિસ્ટ્રીનો એક ભાગ ચોક્કસ છે, કારણકે તે ટેબ્લેટ માટે બન્યું હતું તે વિરચુલ કીબોર્ડ સાથે આવ્યું હતું કે લાર્જ સ્ક્રીન ડિવાઈઝને ઓપ્ટિમાઇઝ કરી શકતું હતું.

એન્ડ્રોઇડ 4.0 આઈસક્રિમ સેન્ડવિચ

એન્ડ્રોઇડ 4.0 આઈસક્રિમ સેન્ડવિચ ઘ્વારા ઓપરેટિંગ સિસ્ટમમાં નવો લૂક અને નવું ફીલ લઈને આવ્યું હતું. તેના ઘ્વારા યુઝર ઓપન એપને બંધ કરવા માટે સ્વાઇપ, ચેહરા ઘ્વારા ડિવાઈઝને અનલોક પણ કરી શકવામાં મદદ કરતી હતી.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

એન્ડ્રોઇડ 4.1 જેલીબીન

એન્ડ્રોઇડ 4.1 જેલીબીન વર્ષ 2012 માં લોન્ચ કરવામાં આવી. જેના ઘ્વારા ડિવાઈઝમાં રિસ્પોન્સિવ અને સર્ચ ફંક્શનમાં સારો વધારો થયો. તેની સાથે સાથે બીન ઘ્વારા તમે ફાઈલને સરળતાથી શેર પણ કરી શકતા થયા.

એન્ડ્રોઇડ 4.4 કિટકેટ

એન્ડ્રોઇડ 4.4 કિટકેટ અપડેટમાં તમને મલ્ટીટાસ્કીંગ અને ઈમોજી સપોર્ટ આપવામાં આવ્યું હતું. તેની સાથે સાથે ઓકે ગૂગલ વોઇસ કમાન્ડ પણ આપવામાં આવ્યું હતું.

એન્ડ્રોઇડ 5.0 લોલીપોપ

એન્ડ્રોઇડ 5.0 લોલીપોપ ઘ્વારા તમે સિંગલ ડિવાઈઝમાં મલ્ટી પ્રોફાઈલ એડ કરી શકો છો. તેમાં તમે તમારા બ્લ્યુટૂથ ડિવાઈઝ ઘ્વારા ડિવાઈઝને અનલોક કરી શકો છો.

એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો

એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો વર્ષ 2015 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જે સારી બેટરી લાઈફ સાથે આવ્યું હતું. જેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર જેવા કૂલ ફીચર પણ એડ કરવામાં આવ્યા હતા.

એન્ડ્રોઇડ 7.0 નોગૅટ

એન્ડ્રોઇડ 7.0 નોગૅટમાં ખુબ જ વધારે ફીચર જેવા કે સારી બેટરી મેનેજમેન્ટ અને પરફોર્મન્સ ઈમ્પ્રોવમેન્ટ ફીચર, મલ્ટિટાસ્કીંગ, નાઈટ લાઈટ, બ્લુ લાઈટ ફિલ્ટર, ગૂગલ આસિસ્ટન્ટ, પિક્સલ લોન્ચર એડ કરવામાં આવ્યા છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
Google's Android OS is getting updated regularly and here we have come up with a pictorial representation of each version of Android from Cupcake to Nougat. Take a look at the same from here.
Please Wait while comments are loading...

Social Counting