ગોલ્ડ અને ડાયમંડ ધરાવતા સ્માર્ટફોન, જે તમને આકર્ષિત કરી શકે છે

સ્ટાઈલિશ અને ડિઝાઇન સ્માર્ટફોન વાપરવું બધાને જ પસંદ છે. પરંતુ તેવા સ્ટાઈલિશ અને ડિઝાઇન સ્માર્ટફોન ખુબ જ મોંઘા પણ હોય છે.

Written by: anuj prajapati

જો આપને એવું લાગે છે કે સ્માર્ટફોન આપણી સુવિધા માટે છે. પરંતુ તેની સાથે સાથે સ્માર્ટફોન એક સ્ટાઇલ માટેનું પણ સાધન બની ચૂક્યું છે.

ગોલ્ડ અને ડાયમંડ ધરાવતા સ્માર્ટફોન, જે તમને આકર્ષિત કરી શકે છે

સ્ટાઈલિશ અને ડિઝાઇન સ્માર્ટફોન વાપરવું બધાને જ પસંદ છે. પરંતુ તેવા સ્ટાઈલિશ અને ડિઝાઇન સ્માર્ટફોન ખુબ જ મોંઘા પણ હોય છે. આ સ્માર્ટફોન મોંઘા હોવાનું કારણ તેમાં વાપરવામાં આવેલું મોંઘુ મટીરીયલ અને તેની સાથે જોડવામાં આવેલા મોંઘા પથ્થર છે.

હવે ઇન્સ્ટાગ્રામ ફોટોઝ ને સેવ કરો સ્ક્રીનશોટ લીધા વગર

સ્ટાઈલિશ સ્માર્ટફોનનું પરફોર્મર્સ પણ ખુબ જ પાવરફુલ હોય છે. જેનો મતલબ છે કે યુઝર તેનાથી ચોક્કસ ખુશ રહેશે. આ સ્માર્ટફોન બધી જ એપ્લિકેશન સપોર્ટ કરશે જે તમે તેમાં ઇન્સ્ટોલ કરવા માંગો છો. જો તમારી પાસે આવા મોંઘા સ્માર્ટફોન હોય તો તમારું ફેશનેબલ દેખાવું પણ એટલું જ જરૂરી છે.

ફાલ્કોન સુપરનોવા પિન્ક ડાયમંડ આઈફોન 6

સ્માર્ટફોનમાં હાલમાં માર્કેટ માં સૌથી મોંઘો સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોનની કિંમત 650 કરોડ (લગભગ $95.5 મિલિયન) છે. આ સ્માર્ટફોનને સ્ટુઅર્ટ હ્યુજ ઘ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં સૌથી ખાસ વાત તેના એપલ લોગોમાં જ 53 ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આઈફોન 5 બ્લેક ડાયમંડ

આ આઈફોન બ્લેક ડાયમંડ થી કવર કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન બીજા નંબરનો સૌથી મોંઘો સ્માર્ટફોન છે, જેની કિંમત 100 કરોડ (લગભગ $15.3 મિલિયન) છે. આ સ્માર્ટફોન પણ સ્ટુઅર્ટ હ્યુજ ઘ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. ધ્યાન આપવા જેવી વાત છે કે આ સ્માર્ટફોનના ખાલી 2 જ પીસ આ દુનિયામાં છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

ડાયમંડ રોઝ આઈફોન 4

ડાયમંડ રોઝ આઈફોન 4 પણ સ્ટુઅર્ટ હ્યુજ ઘ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. જેની કિંમત 55 કરોડ રૂપિયા છે. આ માસ્ટરપીસ રોઝ ગોલ્ડ અને 500 ડાયમંડ બેઝલ થી બનાવવામાં આવ્યા છે. એપલ લોગોની આસપાસ જ 53 જેટલા ડાયમંડ લગાવવામાં આવ્યા છે.

સુપ્રીમ ગોલ્ડસ્ટ્રીકર આઈફોન 3જી

સુપ્રીમ ગોલ્ડસ્ટ્રીકર આઈફોન 3જી પણ સ્ટુઅર્ટ હ્યુજ ઘ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. જેની કિંમત 22 કરોડ રૂપિયા છે. આ સ્માર્ટફોનમાં 22 કેરેટ ના 271 ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ વાત આ સ્માર્ટફોનમાં કિંમતી કાશ્મીરી ગોલ્ડ ફિનિશ અને ટોપ ગ્રેન એનિમલ સ્કિન ઇન્ટેરિયલમાં લગાવવામાં આવી છે.

નવા ગોળીઓ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

ગોલ્ડવીશ લે મિલિયન

ગોલ્ડવીશ લે મિલિયન સ્માર્ટફોન એમમાનુએલ ગુઈટ ઘ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો. આ સ્માર્ટફોન ખાસ વાત તેમાં વાપરવામાં આવેલા 18 કેરેટ વાઈટ ગોલ્ડ છે. કંપની ઘ્વારા આ સ્માર્ટફોનના 100 પીસ બનાવવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનની કિંમત લગભગ 8.8 કરોડ રૂપિયા છે.

ડાયમંડ ક્રિપ્ટો સ્માર્ટફોન

ડાયમંડ ક્રિપ્ટો સ્માર્ટફોનની કિંમત પણ 8.8 કરોડ રૂપિયા છે. આ સ્માર્ટફોન પણ મોંઘા સ્માર્ટફોનની કેટેગરીમાં આવે છે. આ સ્માર્ટફોન કિંમતી ડાયમંડ થી સજાવવામાં આવ્યો છે.

ગ્રેસસો લૂક્સર લાસ વેગાસ જેકપોટ

ગ્રેસસો લૂક્સર લાસ વેગાસ જેકપોટ સ્માર્ટફોનને સ્વિટ્ઝર્લૅન્ડ માં લોન્ચ કરવામાં આવ્યો. આ સ્માર્ટફોનની બેક પેનલ આફ્રિકન બેકવૂડ, જે 200 વર્ષ જૂનું છે, તેમાંથી બનાવવામાં આવ્યું છે. જે દુનિયાનું સૌથી મોંઘુ લાકડું છે. આ સ્માર્ટફોનની કિંમત લગભગ 6.8 કરોડ છે.

વરતું સિગ્નેચર કોબ્રા

વરતું સિગ્નેચર કોબ્રા સૌથી મોંઘા સ્માર્ટફોનમાં આવે છે. આ સ્માર્ટફોન માં કોબ્રા ડિઝાઇન ડાયમંડમાં છે. આ સ્માર્ટફોન ની કિંમત લગભગ 2 કરોડ છે.

બ્લેક ડાયમંડ વીઆઇપીએન સ્માર્ટફોન

સોની એરિક્શન સ્માર્ટફોનમાં બ્લેક ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન જેરેન ગોહ ઘ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા છે.

વરતું સિગ્નેચર ડાયમંડ

આ સ્માર્ટફોનની કિંમત 60 લાખ રૂપિયા છે. આ ફોનમાં ખાસ વાત તેમાં ભરવામાં આવેલા કલરફુલ ડાયમંડ છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોRead more about:
English summary
There are expensive phones in the market, but these are far too expensive to own. At Gujarati GizBot, we have compiled some of the most expensive smartphones in the market with diamond and gold designs.
Please Wait while comments are loading...

Social Counting