ડેડ્રીમ: ગૂગલ વર્ચુઅલ રિયાલિટી વિશે જાણો અહીં

સર્ચ જાયન્ટ ગૂગલ પણ આ બેન્ડવેગન માં જોડાવવા માટે જઈ રહ્યું છે. ગૂગલે પિક્સલ સ્માર્ટફોન લોન્ચ દરમિયાન ગૂગલ ડેડ્રીમ વીઆર હેન્ડસેટ પણ પ્રદર્શિત કર્યું.

By Anuj Prajapati
|

વર્ચુઅલ રિયાલિટી સ્માર્ટફોનમાં આવનાર સૌથી મોટી વસ્તુ બનશે. આપણે વર્ચુઅલ રિયાલિટી માટે ઓક્યુલસ અને સ્ટેયમ ઘ્વારા કરવામાં આવેલા પ્રયાસોને તેમના વીઆર હેન્ડસેટમાં જોયા જ છે.

ડેડ્રીમ: ગૂગલ વર્ચુઅલ રિયાલિટી વિશે જાણો અહીં

હવે સર્ચ જાયન્ટ ગૂગલ પણ આ બેન્ડવેગન માં જોડાવવા માટે જઈ રહ્યું છે. ગૂગલે પિક્સલ સ્માર્ટફોન લોન્ચ દરમિયાન ગૂગલ ડેડ્રીમ વીઆર હેન્ડસેટ પણ પ્રદર્શિત કર્યું. જેને દુનિયાભરથી ખુબ જ સારો રિસ્પોન્સ પણ મળ્યો છે.

જાણો કઈ રીતે તમે તમારા યુટ્યૂબ જોવા ના અનુભવ ને વધુ સારો બનાવી શકો છો.

અહીં અમે તમને ગૂગલ ડેડ્રીમ વીઆર હેન્ડસેટ વિશે જણાવવા જઈ રહ્યા છે અને કઈ રીતે તે વર્ચુઅલ રિયાલિટી ને આગળ લઇ જશે તેને વિશે પણ માહિતી આપીશુ.

ગૂગલ ડેડ્રીમ શુ છે?

ગૂગલ ડેડ્રીમ શુ છે?

જયારે કોઈ પણ ગૂગલ ડેડ્રીમ વિશે વાત કરે ત્યારે આપણા દિમાગમાં સૌથી પહેલો સવાલ આવે કે આખરે આ ગૂગલ ડેડ્રીમ શુ છે? ગૂગલ ડેડ્રીમ પ્રોજેક્ટ કંપનીનો વર્ચુઅલ રિયાલિટીનો ઉદેશ પૂરો કરે છે. ગૂગલે ઓફિશિયલી તેમના સોફ્ટવેર અને હાર્ડવેર ને મેનેજ કરીને તેમનો વર્ચુઅલ રિયાલિટી પ્લેટફોર્મ પૂરો કર્યો.

ઘણી સ્માર્ટફોન બ્રાન્ડ ઘ્વારા તેમનો પોતાનો વીઆર હેન્ડસેટ ની જાહેરાત કરવામાં આવી દીધી છે. પરંતુ કોઈ પણ મોબાઈલ માર્કેટ માટે ખાસ ઉપયોગી સાબિત થયું નથી. જયારે ગૂગલ ડેડ્રીમ હેન્ડસેટને ખરીદવા માટે લોકો રાહ જોઈને બેઠા છે.

ગૂગલ ડેડ્રીમ કઈ રીતે કામ કરે છે.

ગૂગલ ડેડ્રીમ કઈ રીતે કામ કરે છે.

ગૂગલ ડેડ્રીમ માં ત્રણ ઉપયોગી એસ્પેક્ટ આપવામાં આવ્યા છે. વીઆર હેન્ડસેટ, મોશન કંટ્રોલર અને ડેડ્રીમ ને સપોર્ટ કરવા માટે સ્માર્ટફોન. હાલમાં ડેડ્રીમ માં વધારે કઈ જ આપવામાં આવ્યું નથી. ગૂગલ ડેડ્રીમ વીઆર હેન્ડસેટ માર્કેટમાં એક જ એવો હેન્ડસેટ છે જે ડેડ્રીમ સપોર્ટ કરે છે.

ગૂગલ ઘ્વારા તેમના વીઆર હેન્ડસેટ ની રેફ્રરંસ ડિઝાઇન પણ રિલીઝ કરવામાં આવી છે. જેનાથી બીજા મેન્યુફેક્ચર પણ તેમના વીઆર હેન્ડસેટ રિલીઝ કરી શકે.

ગૂગલ ડેડ્રીમ

ગૂગલ ડેડ્રીમ

હાલમાં ગૂગલ ડેડ્રીમ પ્રોજેક્ટનો ખાલી એક જ નકારાત્મક પાસું છે કે ગૂગલ પિક્સલ અને ગૂગલ પિક્સલ એક્સએલ સ્માર્ટફોનમાં જ આ પ્રોજેક્ટ સપોર્ટ કરે છે.

ધ્યાન આપવા જેવી બાબત છે કે જો મેન્યુફેક્ચર તેમનો સ્માર્ટફોન ડેડ્રીમ સપોર્ટ સાથે રિલીઝ કરે ત્યારે ગૂગલે તેને અલગ થી અપ્રુવ કરવું પડે છે. દરેક સ્માર્ટફોનને તેમની ડેડ્રીમ ફીચર સર્વિસ માટે ગૂગલ પાસેથી પરવાનગી લેવી પડે છે.

ગૂગલ ડેડ્રીમ સપોર્ટ કરતી એપ અને ગેમ

ગૂગલ ડેડ્રીમ સપોર્ટ કરતી એપ અને ગેમ

ગૂગલ ડેડ્રીમ પ્રોજેક્ટ એન્ડ્રોઇડ 7.1 નોગૅટ અપડેટ સાથે રિલીઝ થઇ ચુક્યો છે. ડેવલોપર ઘ્વારા એપ્લિકેશન સપોર્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે.

સૌથી પહેલા તમારે ગૂગલ પ્લેસ્ટોર પરથી ગૂગલ ડેડ્રીમ એપ ડાઉનલોડ કરવી પડશે. ત્યારપછી ગૂગલ ડેડ્રીમ સપોર્ટ કરનારી એપ અને ગેમને બ્રાઉઝ કરો. હાલમાં ગૂગલ પ્લેસ્ટોરમાં ગૂગલ ડેડ્રીમ ને સપોર્ટ કરતી લગભગ 50 જેટલી એપ અને ગેમ છે અને ભવિષ્યમાં તેમાં સારો એવો વધારો થઇ શકે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Google Daydream is the company attempt to take on the virtual reality space, which will be the next big thing in smartphone arena.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X