જાણો નોકિયા ઈ1 સ્માર્ટફોન વિશે વિસ્તૃત માહિતી

નોકિયાનો આવનારો સ્માર્ટફોન નોકિયા ઈ1 એન્ડ્રોઇડ 7.0 નોગૅટ અપડેટ સાથે આવી શકે છે. નોકિયા ઘ્વારા આ વર્ષે લોન્ચ કરવામાં આવનાર બધા જ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.0 નોગૅટ અપડેટ બુક કરી દેવામાં આવ્યું છે.

Written by: anuj prajapati

એચએમડી ગ્લોબલ ઘ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે નોકિયા આ વર્ષમાં લગભગ 6 થી 7 સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. હાલમાં નોકિયા ઈ1 સ્માર્ટફોન વિશે કેટલીક નવી માહિતી આવી છે. આ માહિતી એનપીયું ઘ્વારા આપવામાં આવી છે.

જાણો નોકિયા ઈ1 સ્માર્ટફોન વિશે વિસ્તૃત માહિતી

છેલ્લે આ સ્માર્ટફોન વિશે જે માહિતી આવી હતી તેમાં જણાવવામાં આવ્યું હતું કે આ સ્માર્ટફોન એક એન્ટી લેવલ સ્માર્ટફોન હશે અને હાલમાં મળતી માહિતી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તે માહિતી બિલકુલ સાચી હતી. હાલમાં આવેલી માહિતી મુજબ નોકિયા ઈ1 સ્માર્ટફોન 5.2 અથવા તો 5.3 ઇંચ 720 પિક્સલ અને 1.4GHz કવાડકોર સ્નેપડ્રેગન 425 ચિપસેટ સાથે આવશે.

ઓઆઇએસ ફીચર, બેસ્ટ કેમેરા મોડ્યુલ ધરાવતા ટોપ સ્માર્ટફોન

આ સ્માર્ટફોન ખાલી એક જ વેરિયંટમાં લોન્ચ કરવામાં આવશે. જેના 2 જીબી રેમ અને 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. માઇક્રો એસડીકાર્ડ ઘ્વારા સ્માર્ટફોન સ્ટોરેજ તમે વધારી શકો છો. આ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરો અને 5 મેગાપિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરો આપવામાં આવશે.

નોકિયાનો આવનારો સ્માર્ટફોન નોકિયા ઈ1 એન્ડ્રોઇડ 7.0 નોગૅટ અપડેટ સાથે આવી શકે છે. નોકિયા ઘ્વારા આ વર્ષે લોન્ચ કરવામાં આવનાર બધા જ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.0 નોગૅટ અપડેટ બુક કરી દેવામાં આવ્યું છે.

નોકિયા ઈ1 સ્માર્ટફોન કિંમતની વાત કરવામાં આવે તો તેની કિંમત $150 ની અંદર એટલે કે લગભગ 10,000 રૂપિયા રાખવામાં આવી શકે છે. મળતી માહિતી મુજબ નોકિયા ઈ1 સ્માર્ટફોન સાથે નોકિયા પી1 અને મીડ રેન્જ સ્માર્ટફોન નોકિયા ડી1સી લોન્ચ વિશે પણ જાહેરાત થઇ શકે છે.English summary
As we closing nearer to the launch of Android-powered Nokia phones; Specifications of the entry-level Nokia E1 leaked online...
Please Wait while comments are loading...

Social Counting