એપલ આઈફોન 8: OLED ડિસ્પ્લે, ડ્યુઅલ ઓઆઇએસ અને બીજા ઘણા ફિચર...

પરંતુ આઈફોન 8 ને લઈને કેટલીક અફવાહો અને નવી નવી ધારણાઓ ઈન્ટરનેટ પર અત્યારથી જ થવા લાગી છે.

Written by: anuj prajapati

એપલ આઈફોન 7 હમણાં જ સપ્ટેમ્બરમાં જ લોન્ચ થયો છે એટલે આઈફોનના આગળના લોન્ચમાં શુ હશે. તો જણાવવું ખુબ જ જલ્દી કહેવાશે.

એપલ આઈફોન 8: OLED ડિસ્પ્લે, ડ્યુઅલ ઓઆઇએસ અને બીજા ઘણા ફિચર...

પરંતુ આઈફોન 8 ને લઈને કેટલીક અફવાહો અને નવી નવી ધારણાઓ ઈન્ટરનેટ પર અત્યારથી જ થવા લાગી છે. આઈફોન 7 આવતાની પહેલા જ તેનો ખુબ જ જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો.

Beware: આઈફોન લેવાનું વિચારી રહ્યા છો, તો થઇ જાવ સાવધાન

આઈફોન 7 લોન્ચ થયો ત્યારે તેની ટીકા પણ કરવામાં આવી હતી. લોકોનું કહેવું છે કે આઈફોન 7 માં નવું કઈ જ હતું નહીં. તે તેના જુના વર્ઝનને મળતો આવતો હતો. એક વાત તો ચોક્કસ છે કે આઈફોન 7 આઈફોનના ગ્રોથ સેલ 2016ને વધારી તો નહીં જ શકે.

જાણો કઈ રીતે આઈફોન અને એન્ડ્રોઇડ ઘ્વારા તમે સેંકન્ડોમાં કઈ પણ શોધી શકો છો

લોકો એપલ પાસેથી હવે વધારેની આશા રાખી રહ્યા છે. એટલા માટે હવે કંપનીએ તેમના નવા પ્રોડક્ટમાં કંઈક અલગ અને નવું ચોક્કસ વિચારવું પડશે. આઈફોન 8 વિશેની કેટલીક અફવાહો પણ ઉડી રહી છે. જેમાં જણાવ્યું છે કે આઈફોન 8 એક નવા જ લૂકમાં જોવા મળશે. જે આવતા વર્ષે આઈફોનની સેલને વધારી દેશે.

હજુ સુધી આઈફોન 8 ની ડિઝાઇન ફાઇનલ થઇ નથી, એટલે ચોક્કસ તો કહી શકાય નહીં. પરંતુ અહીં કેટલાક ફિચર વિશે જણાવવા જઈ રહ્યા છે જે તમને આઈફોનમાં જોવા મળી શકે છે.

OLED ડિસ્પ્લે

આઈફોનની એલઇડી ડિસ્પ્લેને ઓએલઇડી ડિસ્પ્લે સાથે બદલી દેવામાં આવશે. આમ જોવા જઈએ તો ચોથા ભાગના ઓએલઇડી ડિસ્પ્લે સપ્લાયર પાસે એટલી ક્ષમતા નથી કે તેઓ એપલને આપી શકે. એટલે બની શકે કે એપલ આ ડિસ્પ્લે 2017માં એક આઈફોનમાં ઉપયોગમાં લઇ શકે.

સ્ક્રીન સાઈઝ

સ્ક્રીન સાઈઝ વિશેનો મિક્ક્ષ રિપોર્ટ છે. સ્ક્રીન સાઈઝ થોડી મોટી અને કર્વ એજમાં બની શકે છે. પ્રીમિયમ વર્ઝન આઈફોન 8માં ઓએલઇડી ડિસ્પ્લે સાથે 5.8 ઇંચ સ્ક્રીન સાઈઝ જોવા મળી શકે છે.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

કેમેરા અપગ્રેડ

આઈફોન 7 માં કેમેરો ખુબ જ શાનદાર છે. પરંતુ એપલ તેમાં હજુ પણ કેટલાક અપગ્રેડ કરવા માંગે છે. જેનાથી સારી ફોટો કવોલિટી અને ઝૂમિંગ સુવિધા મળી શકે. આઈફોન 7 ના બંને કેમેરામાં ખાલી એક કેમેરામાં જ ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન છે.

આઈફોન 8 માં તમને બંને કેમેરા માટે ડ્યુઅલ ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન જોવા મળી શકે છે. જેનાથી સારી ફોટો કવોલિટી અને ઝૂમિંગ સુવિધા મળી શકે.

વાયરલેસ ચાર્જિંગ

આ વાત ખુબ જ સારી રહેશે જો એપલ તેમના નવા મોડેલ માટે વાયરલેસ ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ કરાવી શકે.

રિલીઝ ડેટ

આવતા વર્ષે આઈફોન તેની 10મી વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યું છે. તો એવું અનુમાન લગાવી શકાય કે એપલ તે દિવસે આઈફોન 8 રિલીઝ કરી શકે છે. તે દિવસ છે જૂન 29, 2017.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
Apple might release the new iPhone 8 on their 10th Anniversary next year.
Please Wait while comments are loading...

Social Counting