સેમસંગ ગેલેક્ષી એસ8 વિશે ફેલાઇ અનેક અફવા, આ રહી હકિકત

આફત ભરેલા ગેલેક્ષી નોટ 7 બાદ સેમસંગ હવે પોતાના આગામી ફ્લેગશીપ એસ 8 માટે કાળજીપૂર્વક દરેક પગલાં ભરી રહી છે.

આફત ભરેલા ગેલેક્ષી નોટ 7 બાદ સેમસંગ હવે પોતાના આગામી ફ્લેગશીપ એસ 8 માટે કાળજીપૂર્વક દરેક પગલાં ભરી રહી છે. કંપનીએ જમાવ્યા મુજબ ગેલેક્ષી એસ 8 અને એસ 8 પ્લસ પાસેથી ગગનચૂંબી અપેક્ષાઓ છે અને 29 માર્ચે ન્યૂયોર્ક ખાતે યોજાનાર અનપેકિંગ ઇનવેન્ડમાં આ ફોન લૉન્ચ થશે.

સેમસંગ ગેલેક્ષી એસ8 વિશે ફેલાઇ અનેક અફવા, આ રહી હકિકત

તાજેતરમાં જ ગેલેક્ષી 8 અને 8 પ્લસ વિશે ઓનલાઇન અનેક અફવાઓ ફેલાઇ હતી જેમાં ડિવાઇસની ઝલક બતાવવામાં આવી રહી હતી અને તેના ફિચર્સ પણ રજૂ કરાયા હતા. જો કે આમાંથી કાંઇ પણ સત્તાવારા રીતે જાહેર થયું નથી, ત્યારે અમે ગેલેક્ષી એસ8 અંગેની અફવાઓની યાદી એકઠી કરી છે. તો જૂઓ અમે કેટલું જાણી શક્યા

સેમસંગ ગેલેક્ષી એ5 2017 પ્રીબૂકિંગ ભારતમાં ચાલુ, તેના જેવા બીજા સ્માર્ટફોન

ડિઝાઇન

થોડા વર્ષો પહેલા સેમસંગે પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોનની ડિઝાઇન ભાષા શુદ્ધિકરણની શરૂઆત કરી હતી જેના થોડા સમયમાં જ ગેલેક્ષી એસ5ની ભારે ટીકા થઇ હતી. તેમ છતાં કંપનીએ ગેલેક્ષી એસ6 અને એસ7થી ગ્લાસ મેટલ ડિઝાઇન શુદ્ધિકરણ કર્યું. એસ8 વિશે વાત કરીએ તો ફિન્ગરપ્રિન્ટ પાછળ બાજુ જઇ રહી છે તેની સાથે જ ડિઝાઇનમાં મોટા ફેરફાર જણાઇ રહ્યા છે, આગળની બાજુ ઓછામાંઓછા ગોળાર્ધ(બેઝલ્સ) પર વડી ડિસપ્લેની પરવાનગી આપવામાં આવી રહી છે.

વધુમા એસ8માં ફ્રન્ટ સ્નેપ્પરની બાજુમાં ઉપર જમણી બાજુ આઇરીસ સ્કેનર આપવામાં આવ્યુ્ં છે. ઉપરાંત, આ ફોન કાળો, સોનેરી અને ઓર્ચિડ ગ્રે સહિત અનેક કલરમાં ઉપલબ્ધ હશે તેવી અપેક્ષા છે.

ડિસપ્લે

કંપનીના જણાવ્યા મુજબ સેમસંગ ગેલેક્ષી એસ8માં 18.5છ9 એસપેક્ટ રેટિયો સાથે 5.8-ઇંચ QHD AMOLED (2960x1440 resolution) ડિસ્પેલ આપવામાં આવી છે. આ ઉપરાંત, કંપનીએ "ઇન્ફિનીટી ડિસ્પ્લે" ટ્રેડમાર્ક કરેલ છે.

હાર્ડવેર

હાર્ડવેર પર આવીએં તો, હજુ એસ8 લોન્ચ થવાનો બાકી છે ત્યારે તે બે ચલોમાં લોન્ચ થશે. જ્યારે એક Qualcomm Snapdragon 835 ચિપસેટ દ્વારા સંચાલિત હશે, અને બીજો ફોનમાં સેમસસંગની એક્સહ્યોન પ્રોસેસર SoC અંડર ધી હૂજ હશે.

જણાવી દઇએં કે પ્રદેશને અનુલક્ષીને ફોનના પ્રકારને લોન્ચ કરવામાં આવશે. અપેક્ષા છે કે ભારતની માર્કેટ માટે તેના પૂરોગામી તરીકે એક્સહ્યોન વેરિયન્ટને લોન્ચ કરવામાં આવી શકે છે.

 

કેમેરા

તેના પૂરોગામીની જેમ, સેમસંગ આ દિવસોમાં ઓછી લાઇટ પર ધ્યાન કેન્દ્રિત કરતું હોવાની ધારણા સાથે કેમેરા 12MP સાથે વળગી રહી શકે છે. પરંતુ આ વખતે ઇમેજ પ્રોસેસિંગ સેન્સર સહિતના સુધારાની અપેક્ષા રાખી રહ્યા છીએં. ફ્રન્ટ કેમેરા f/1.7 અપેચર સાથે 8 મેગા પિક્સલનો હશે.

ગેલેક્ષી બિકસબે

હાલમાં આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ કન્ઝ્યુમર ટેકમાં ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. એમેઝોનમાં એલેક્ઝા, ગૂગલ આસિસ્ટન્ટ અને એપલ સિરી તેનું ખાસ ઉદાહરણ છે. હવે સેમસંગ પણ તેમનું ગેલેક્ષી બિકસબે લઈને આવી રહ્યું છે. સેમસંગ ઘ્વારા બિકસબે ટ્રેડમાર્ક કરી લેવામાં આવ્યું છે.

ઓપરેટિંગ સિસ્ટમ અને બેટરી

સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોનમાં લેટેસ્ટ એન્ડ્રોઇડ નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. હવે જો બેટરી વિશે વાત કરવામાં આવે તો તેમાં 3000mAh બેટરી, વાયરલેસ ચાર્જિંગ અને ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી સપોર્ટ સાથે આપવામાં આવી છે.English summary
After the disastrous Galaxy Note 7, Samsung is now taking each and every step in its upcoming flagship S8 meticulously.
Please Wait while comments are loading...

Social Counting