ઓછી કિંમતમાં હેડફોન અને વીઆર હેડસેટ સાથે લોન્ચ, અલ્કાટેક આઇડલ

ચાઈના ની કંપની અલ્કાટેક એ પોતાનો સ્માર્ટફોન અલ્કાટેક આઇડલ 4 લોન્ચ કરી દીધો છે.

Written by: anuj prajapati

ચાઈના ની કંપની અલ્કાટેક એ પોતાનો સ્માર્ટફોન અલ્કાટેક આઇડલ 4 લોન્ચ કરી દીધો છે. કંપનીએ આ સ્માર્ટફોનને વર્ષની શરૂઆતમાં સૌથી પહેલા પ્રિ-એમડબ્લ્યૂસી 2016 ઇવેન્ટમાં રજુ કર્યો હતો. આ સ્માર્ટફોન ખાસ કરીને ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ થશે. આ સ્માર્ટફોનની ભારતમાં કિંમત 16,999 રાખવામાં આવી છે. અલ્કાટેક આઇડલ સ્માર્ટફોન ડાર્ક ગ્રે, મેટલ સિલ્વર અને ગોલ્ડન વૅરિયંટમાં આવશે.

ઓછી કિંમતમાં હેડફોન અને વીઆર હેડસેટ સાથે લોન્ચ, અલ્કાટેક આઇડલ

અલ્કાટેકના આ શાનદાર સ્માર્ટફોન સાથે કંપની જીબીએલ ના શાનદાર ઈયરફોન પણ આપી રહી છે. એટલું જ નહીં પરંતુ આ સ્માર્ટફોન ખરીદતી વખતે તમને વીઆર હેડસેટ પણ આપવામાં આવશે. જેના કારણે યુઝર વર્ચુઅલ રિલાયટી નો અનુભવ લઇ શકે છે. આ બધું જ તમને સ્માર્ટફોનની સાથે ફ્રી મળી રહ્યું છે.

ફીચર ફોનથી સ્માર્ટફોન, ગ્લોબલ માર્કેટમાં નોકિયા માઈલસ્ટોન

તો જાણો આ સ્માર્ટફોનમાં કઈ ખાસ વસ્તુ છે.

5.2 ઇંચ ફુલ એચડી ડિસ્પ્લે

અલ્કાટેક આઇડલ સ્માર્ટફોન 5.2 ઇંચ ફુલ એચડી ડિસ્પ્લે સાથે આવી રહ્યો છે, જે 424 પીપીએલ પિક્સલ ડેન્સિટી આપે છે. સ્માર્ટફોનનો શાનદાર ડિસ્પ્લે મલ્ટી ટચ સપોર્ટ કરે છે.

મીડ રેન્જ ચિપસેટ

અલ્કાટેક આઇડલ 4 સ્માર્ટફોન ક્યુઅલકોમ એમએસએમ 8952 સ્નેપડ્રેગન 617 ચિપસેટ સાથે આવે છે. ફોનની ગ્રાફિક્સ પરફોર્મન્સ માટે એડ્રેનો 405 જીપીયુ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 3 જીબી ની દમદાર રેમ અને 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. જેને તમને 512 જીબી સુધી વધારી શકો છો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

13 એમપી કેમેરો

અલ્કાટેક આઇડલ 4 સ્માર્ટફોનમાં 13 એમપી રિયર કેમેરો ડ્યુઅલ ફ્લેશ સાથે આપવામાં આવ્યો છે. ફોનનો ફ્રન્ટ કેમેરો 8 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે. જેની સાથે ફ્લેશલાઈટ પણ આપવામાં આવી છે.

બૂમ કી

આ સ્માર્ટફોનમાં એક અલગ અને ખાસ ફીચર આપવામાં આવ્યો છે. અલ્કાટેક આઇડલ 4 સ્માર્ટફોન બુમ કી સાથે આવે છે. જે તેની જમણી બાજુ આપવામાં આવી છે. બુમ કી ઘ્વારા યુઝર કેમેરા, ગેલેરી, વીડિયો, ગેમ અને બીજી બધી એપને સેટિંગને પોતાની અનુકૂળતા અનુસાર સેટ કરી શકે છે.

2610mAh બેટરી

આ સ્માર્ટફોનમાં ઘણા ખાસ ફીચર છે. પરંતુ તેની બેટરી પાવર ખુબ જ ઓછી રાખવામાં આવી છે. અલ્કાટેક આઇડલ 4 સ્માર્ટફોનમાં 2610mAh બેટરી આપવામાં આવી છે.

જેબીએલ હેડફોન અને વીઆર હેડસેટ

અલ્કાટેક આઇડલ 4 સ્માર્ટફોન સાથે તમને જેબીએલ હેડફોન અને વીઆર હેડસેટ એકદમ ફ્રી આપવામાં આવી રહ્યા છે.English summary
Alcatel, the Chinese smartphone company today launched their Alcatel Idol 4 smartphone in India at Rs. 16,999.
Please Wait while comments are loading...

Social Counting