5 એવી એપ્સ કે જે તમારા એન્ડ્રોઇડ કે ios ની બેટરી ફૂલ ચાર્જ થઇ જાય ત્યારે તમને એલર્ટ કરી આપે

Written by: Keval Vachharajani

આપડે બધા એક જ ઉતાવળ માં હોઈએ છીએ કે ક્યારે આપડા ફોન ની બેટરી થોડીક ચાર્જ થઇ જાય અને ક્યારે આપડે પાછો આપડો ફોન નો ઉપીયોગ કરવા લાગીએ. ઘણી વખત તો આપડે આપડા ફોન ને ચાર્જ પણ નથી થવા દેતા ચાલુ ચાર્જિંગ માં તેનો ઉપીયોગ કરતા હોઈએ છીએ જેના લીધે બેટરી ની ઓવરઓલ લાઈફ પર માઠી અસર પડી શકે છે.

5 એવી એપ્સ કે જે તમારા એન્ડ્રોઇડ કે ios ની બેટરી ફૂલ ચાર્જ થઇ જાય ત્યા

તેમ છત્તા લી-ઓન બેટરી ની ચાર્જિંગ સાયકલ લિમિટેડ હોઈ છે અને તેમાં અંદર અમુક એવી સર્કિટ આવે છે કે જે ચાર્જિંગ કરંટ ને એક પોઇન્ટ પછી બ્લોક કરે છે. ફોન ની બેટરી 100% ચાર્જ થઇ ગયા પછી તુરંત જ ચાર્જિંગ નો પ્લગ કાઢીલેવો હંમેશા વધુ હિતાવહ છે.

પણ આમા સૌથી મોટો પ્રોબ્લેમ એક જ છે કે ફોન ની બેટરી 100% ચાર્જ થઇ ગઈ એ ખબર ક્યારે પડે? આહ્યા અમે તમારી સમક્ષ 5 એવી એપ્સ મૂકી છે કે જે તમને એલર્ટ કરશે જયારે તમારા ફોન ની બેટરી 100% ચાર્જ થઇ જશે.

#1 ફૂલ બેટરી એન્ડ થેફ્ટ અલાર્મ

આ એપ આ ક્ષેત્ર માં સૌથી વધુ પોપ્યુલર છે. ફૂલ બેટરી એન્ડ થેફ્ટ અલાર્મ તમારા સ્માર્ટફોન અને એન્ડ્રોઇડ સ્માર્ટ વૉચ ને ઓવેર ચાર્જિંગ થી અલાર્મ દ્વારા બચાવે છે. એપ સાઈઝ માં થોડી મોટી છે 16.4MB ની પણ તમને ગૂગલ પ્લે સ્ટોર પરથી આસાનીથી મળી શકશે. આ એપ નો ઉપીયોગ કરવા માટે તમારે માત્ર તમારો ફોન ચાર્જિંગ માં મુકો ત્યારે અલાર્મ બટન પર ક્લીક કરવા નું રહેશે. હવે ફોન ને થોડી વાર સુધી એમનેમ મૂકી દયો જયારે ફોન ની બેટરી 100% ચાર્જ થઇ જશે ત્યારે તે તમને અલાર્મ દ્વારા જણાવી દેશે. બસ પછી માત્ર તમારે તે અલાર્મ ને બંધ કરવા સ્ટોપ બટન પર ક્લીક કરવા નું રહેશે.

#2 બેટરી 100% અલાર્મ

આ એપ યુઝર ને નોટિફિકેશન અને હોમસ્ક્રીન વિજેટ દ્વારા ચાર્જિંગ સ્ટેટ્સ થી હંમેશા માહિતગાર રાખે છે. એક્દમ સરળ UI દ્વારા આ એપ માં તમે એલર્ટ ટોન, તેનું વોલ્યૂમ, અને અલાર્મ ઓન સ્નૂઝ આસાની થી ગોઠવી શકો છો. આ એપ માં તમે જાહેરાતો ને પણ કાઢી શકો છો પરંતુ તેના માટે તમારે 60rs ભરવા પડશે. ઉપરાંત જો તમારે અમુક નક્કી કરેલા બેટરી ના પર્સન્ટેજ પછી જો એલાર્મ રાખવો હોઈ તો તેના માટે ની સુવિધા પણ એમાં આપવા માં આવે છે.

#3 બેટરી ફૂલ અલાર્મ

આ એપ 4 ચેકબોક્સ ની સાથે આવે છે. આ ચેકબોક્સ દ્વારા યુઝર નોટિફાયર ઑફ કરી શકે છે, બેટ્રી 100% થાય ત્યારે એલર્ટ પ્લે કરી શકે છે, તમને એલર્ટ નોટિફિકેશન મોકલી શકે છે અને વાઈબ્રેશન ને ઓન કે ઑફ પણ કરી શકે છે. આ એપ ની સાઈઝ 5.95MB ની છે અને તમે તેને ગૂગલ પ્લે સ્ટોર માંથી ફ્રી માં મેળવી શકો છો.

#4 બેટરી HD+

આ એપ માત્ર આઈફોન, આઈપોડ, અને આઈપેડ માટે જ બનાવવા માં આવી છે. આકર્ષક UI ની સાથે આ એપ દ્વારા યુઝર જાણી શકે છે કે મ્યુઝિક સાંભળવા માટે , વિડિઓઝ જોવા માટે, ફોન પર વાત કરવા માટે, ઈન્ટરનેટ બ્રાઉઝીંગ માટે, સ્ટેન્ડબાય મા, રિચાર્જ કરવા માં કેટલો સમય બાકી છે, ગેમ્સ રમવા માટે, બૂકસ વાંચવા માટે, GPS નેવિગેશન માટે, વિડિઓ ચેટ માટે અને બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ માટે કેટલું ચાર્જિંગ બાકી છે તે જણાવે છે.

#5 ફૂલ ચાર્જ એલર્ટ વિથ Cydia

ફૂલ ચાર્જ એલર્ટ દ્વારા યુઝર પોતાના ios ડિવાઇઝ પર પુરે પુરી બેટરી ચાર્જ થઇ જાય ત્યારે વાઇબ્રશન, ની સાથે સાથે સાઉન્ડ પણ નક્કી કરી અને ગોઠવી શકે છે. તેઓ ઘણા બધા વિસુઅલ અને ઓડિયો એલાર્મ કોમ્બિનેશન માંથી પોતાનું મનપસંદ એલર્ટ નક્કી કરી શકે છે. આ એપ નો ઉપીયોગ કરવા માટે તમારું ios જેલબ્રેક થયેલું હોવું જોઈએ.Read more about:
English summary
Here are the apps that can protect your phone and Android smartwatch battery from overcharging.
Please Wait while comments are loading...

Social Counting