જુઓ વર્ષ 2016 ની ટોપ 5 ફ્લોપ ટેક્નોલોજી

ટેકનોલોજીની બાબતમાં આ વર્ષ ઘણું જ ઉપર નીચે રહ્યું. ઘણા રેકોર્ડ બન્યા અને ઘણા રેકોર્ડ તૂટ્યા. ઘણી નવી ટેક્નોલોજી પણ આવી, કેટલીક સફળ રહી જયારે કેટલીક ટેક્નોલોજી ફ્લોપ રહી.

Written by: anuj prajapati

વર્ષ 2016 પૂરું થવાની તૈયારીમાં જ છે. ટેકનોલોજીની બાબતમાં આ વર્ષ ઘણું જ ઉપર નીચે રહ્યું. ઘણા રેકોર્ડ બન્યા અને ઘણા રેકોર્ડ તૂટ્યા. ઘણી નવી ટેક્નોલોજી પણ આવી, કેટલીક સફળ રહી જયારે કેટલીક ટેક્નોલોજી ફ્લોપ રહી.

જુઓ વર્ષ 2016 ની ટોપ 5 ફ્લોપ ટેક્નોલોજી

વર્ષ 2016 માં કેટલીક મોટી એવી બ્રાન્ડ ગણાતી ટેક પણ ફ્લોપ રહી છે. જે તમે વિચાર્યું પણ નહીં હોય. મોટા ભાગની ટેક ખુબ જ મોટી કંપની ગણાતી એપલ, સેમસંગ અને ફેસબૂક જેવી કંપનીઓ પણ છે. જે સાબિત કરે છે કે ઘણીવાર જેવું વિચાર્યે તેવું બનતું નથી.

એપલ આઈફોન 8: OLED ડિસ્પ્લે, ડ્યુઅલ ઓઆઇએસ અને બીજા ઘણા ફિચર...

હવે આગળ કઈ પણ કહ્યા વગર જોઈ લઈએ કે વર્ષ 2016 ની ટોપ 5 ફ્લોપ ટેક્નોલોજી કઈ છે..

જયારે સ્માર્ટફોન થયા બ્લાસ્ટ

બધું જ બરાબર ચાલતું હતું પરંતુ જયારે સેમસંગ ગેલેક્ષી નોટ 7 બ્લાસ્ટ થવાની ખબર આવી ત્યારે યુઝર અને ક્રિટીક ઘ્વારા તેની નિંદા પણ કરવામાં આવી. કંપનીએ બધા જ ફોન પાછા મંગાવી લીધા અને આવું તેમને એકવાર નહીં પરંતુ બેવાર કરવું પડ્યું.

ફરી બ્લાસ્ટ, પરંતુ આ વખતે હોવરબોર્ડ

વિકિપીડિયા અનુસાર હોવરબોર્ડ એક એવું બોર્ડ જેનો તમે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઉપયોગ કરી શકો. હોવરબોર્ડ માં કેટલાક કારણસર લિથિયમ આઇઓન બેટરીમાં અચાનક આગ લાગી. આ કારણસર દુનિયાની કેટલીક જગ્યા પર હોવરબોર્ડ માન્ય નથી.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

3.5 એમએમ ઓડિયો પોર્ટ

એપલે તેમનો ફેમસ એવો 3.5 એમએમ ઓડિયો પોર્ટ બંધ કરી દીધો, જયારે તેમને એપલ આઈફોન 7 અને આઈફોન પ્લસ લોન્ચ કર્યો. એટલું ઓછું હોય તેમ તેમને કેટલાક સામાન્ય પોર્ટ જે તેમને મેકબૂકમાં આપ્યા છે તેને પણ બંધ કરી દીધા. જેના કારણે આઈફોન યુઝરે તેમનો આઈફોન 7 અને મેકબૂકને કનેક્ટ કરવા માટે વધારાનું ડોંગલ વાપરવું પડે છે. જે ખુબ જ ત્રાસદાયક છે.

માર્ક ઝુકરબર્ગની મૃત્યુ, એક ભૂલ

એક ખુબ જ ફની એવું ફેસબુકે જાહેર કર્યું હતું કે માર્ક ઝુકરબર્ગ સીઈઓ અને ફાઉન્ડર ઓફ ફેસબૂક નું મૃત્યુ થયું છે, અને સાથે બીજા 2 મિલિયોન લોકો પણ. જે એક સોફ્ટવેરની એક ભૂલ જ હતી.

ડ્રોન જે ઉડ્યું જ નહીં

GoPro એ પોતાનો પહેલો ડ્રોન માર્કેટમાં લોન્ચ કર્યો. પરંતુ તે બરાબર ચાલ્યો જ નહીં. જે લોકોએ તે ડ્રોન ખરીદ્યો તેમને ઈન્ટરનેટ પર વીડિયો પણ મુક્યા જેમાં ડ્રોન ઓપેરશન દરમિયાન જ તેનો પાવર ગુમાવી દે છે. કંપનીએ લોકોને પૈસા પણ પાછા આપવા પડ્યા.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
The year 2016 is just about done and to be honest it has been a fun-filled, dramatic year as far as the tech industry is concerned. Records were made, records were broken, advancements and innovations happened, and the list just continues.
Please Wait while comments are loading...

Social Counting