જિયોની પી7 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, કિંમત 9999 રૂપિયા

જિયોની સ્માર્ટફોન કંપની ઘ્વારા તેમનો નવો "પી" સિરીઝ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે.

Written by: anuj prajapati

જિયોની સ્માર્ટફોન કંપની ઘ્વારા તેમનો નવો "પી" સિરીઝ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. કંપની ઘ્વારા આ સ્માર્ટફોનને ભારતમાં 9999 રૂપિયાની કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન બધા જ મેજર ઓનલાઇન સ્ટોરમાં મળી જશે. જિયોની પી7 સ્માર્ટફોન તમને વાઈટ, ગોલ્ડ અને ગ્રે કલરમાં મળી જશે.

જિયોની પી7 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, કિંમત 9999 રૂપિયા

જિયોની પી7 સ્માર્ટફોન 4જી VoLTE સપોર્ટ સાથે આવે છે. હાલમાં આવનાર લગભગ બધા જ સ્માર્ટફોનમાં 4જી VoLTE સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઈએ કે 4જી VoLTE સપોર્ટની માંગણી રિલાયન્સ જિયો આવતાની સાથે જ વધી ગયી છે. જો તમે જિયોની પી7 સ્માર્ટફોનમાં રિલાયન્સ જિયો સિમ વાપરવા માંગતા હોવ તો તમે તેનો ઉપયોગ કરી શકો છો.

કેમ તમારે જૂનો આઇપોડ ફેકવો જોઈએ નહીં, જાણો અહીં....

જિયોની પી7 સ્માર્ટફોનમાં 5 ઇંચ આઇપીએસ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. તેની સાથે તેમાં સોડા લાઇમ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનની ડિઝાઇન પર ધ્યાન આપવામાં આવે તો તેમાં કમ્ફર્ટેબલ ગ્રીપની સાથે બેક આર્ક પણ આપવામાં આવ્યો છે. તેની સાથે એક ટ્રાન્સ્પરેન્ટ 3ડી મિરર પણ આપવામાં આવ્યો છે.

જિયોની પી7 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, કિંમત 9999 રૂપિયા

જિયોની પી7 સ્માર્ટફોનમાં 16 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જેને તમે વધારીને 128 જીબી સુધી કરી શકો છો. આ સ્માર્ટફોન એમિગો 3.2 યુઝર ઇન્ટરફેસ અને એન્ડ્રોઇડ ના ઓએસ માર્શમેલો પર કામ કરે છે. આ સ્માર્ટફોનમાં 2300mAh બેટરી આપવામાં આવી છે.

આ સ્માર્ટફોનમાં 1.3GHz પ્રોસેસર, 2 જીબી રેમ, 8 મેગાપિક્સલ પ્રાયમરી કેમેરો અને 5 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરો આપવામાં આવ્યો છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
Gionee P7 is a budget-friendly Smartphone that supports VoLTE and CDMA along with a 5 inch HD IPS display.
Please Wait while comments are loading...

Social Counting