એપલે કલીપ લોન્ચ કરી, આઇઓએસ યુઝર માટે નવી વીડિયો એપ

એપલ ઘ્વારા કલીપ એપ લોન્ચ કરવામાં આવી છે. જે આઇઓએસ યુઝરને આઈફોન અને આઇપેડની મદદથી ઇન્નોવેટીવ વીડિયો બનાવવામાં મદદ કરે છે.

By Anuj Prajapati
|

એપલ ઘ્વારા કલીપ એપ લોન્ચ કરવામાં આવી છે. જે આઇઓએસ યુઝરને આઈફોન અને આઇપેડની મદદથી ઇન્નોવેટીવ વીડિયો બનાવવામાં મદદ કરે છે. બીજી વીડિયો એપની જેમ આ એપમાં પણ સુંદર અને યુનિક ડિઝાઇન આપવામાં આવી છે. જે તમને સારો વીડિયો બનાવવામાં મદદ કરે છે. જેને તમે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ પર સરળતાથી મોકલી શકો છો.

એપલે કલીપ લોન્ચ કરી, આઇઓએસ યુઝર માટે નવી વીડિયો એપ

તેમાં લાઈવ ટાઇટલ ફીચર કરવામાં આવ્યું છે, જે તમને એનિમેટેડ કેપશન અને ટાઇટલ તમારા અવાઝ ઘ્વારા બનાવવામાં મદદ કરે છે. તમારે ખાલી બોલવાનું જ રહશે અને તમે જે પણ બોલશો તે તમારી સ્ક્રીનમાં ટાઈપ થઇ જશે. તમે તે ટેક્સ્ટને અલગ અલગ સ્ટાઇલ અને ઈમોજી ઘ્વારા એડિટ કરી શકો છો. આ ફીચર અલગ અલગ 36 ભાષા સપોર્ટ કરે છે.

વાત જયારે ઓડિયોની આવે છે ત્યારે તમારે તેને બીજી સાઈટ પર ડાઉનલોડ કરવાની કોઈ જ જરૂર નથી. એપ પાસે પહેલેથી જ ઘણા સાઉંડ ટ્રેક છે જે તમારા વીડિયોમાં ફિટ થઇ જશે.

ગૂગલ પિક્સલ 2 સ્માર્ટફોન વિશે જાણવા જેવું બધું જ

સુસાન પ્રેસ્કૉટ જેઓ એપલ પ્રોડક્ટ અને માર્કેટિંગમાં વાઇસ પ્રેસિડન્ટ છે, તેમને જણાવ્યું કે કલીપ આઈફોન અને આઇપેડ યુઝરને વીડિયો ઘ્વારા તેમની જાતને એક્પ્રેસ કરવાની છૂટ આપશે. આ એપ ઉપયોગ કરવામાં ખુબ જ સરળ પણ છે. એપમાં આપવામાં આવેલી ઈફેક્ટ, ફિલ્ટર અને નવું લાઈવ ટાઇટલ સુંદર અને શેર કરી શકાય તેવો વીડિયો થોડા જ સમયમાં બનાવી દેશે.

આ એપ એપ્રિલ મહિનાથી એપલ એપ સ્ટોર પર મળી જશે. આ એપ તમે આઈફોન 5એસ પછીની ડિવાઈઝ અને 9.7 ઇંચ આઇપેડ, બધા જ આઇપેડ એર, આઇપેડ પ્રો મોડલ, આઇપેડ મીની 2 જેવી ડિવાઈઝમાં ઉપયોગ કરી શકો છો.

Best Mobiles in India

Read more about:
English summary
Apple released a new app by name Clips which allows iOS user to create innovative videos on iPhone and iPad.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X