ખાલી 20 મિનિટમાં બનાવો પોતાની એપ, તે પણ ફ્રી...

આજકાલ સ્માર્ટફોનનું ચલણ ખુબ જ વધી ગયું છે, તેવામાં મોબાઈલ એપ કોઈ પણ વસ્તુમાં પોતાનો અગત્યનો રોલ ચોક્કસ નિભાવે છે.

Written by: anuj prajapati

આજકાલ સ્માર્ટફોનનું ચલણ ખુબ જ વધી ગયું છે, તેવામાં મોબાઈલ એપ કોઈ પણ વસ્તુમાં પોતાનો અગત્યનો રોલ ચોક્કસ નિભાવે છે. ઝડપી શોપિંગ, ગેમ કે પછી કોઈ પણ જાતના ઓર્ડર મોબાઈલ એપ ઘ્વારા ખુબ જ આસાનીથી થઇ જાય છે. એપ તમારી લાઈફ ખુબ જ સરળ અને સિમ્પલ બનાવી દે છે.

ખાલી 20 મિનિટમાં બનાવો પોતાની એપ, તે પણ ફ્રી...

મોટાભાગ ના બધા જ બિઝનેસ ડિજિટલ અને ઓનલાઇન પ્રેઝન્ટ ઈચ્છે જ છે, જેનાથી તેઓ વધારે ને વધારે લોકો સુધી પહોંચી શકે. એપ બનાવવામાં કેટલાક ખર્ચો પણ આવે છે અને ખુબ જ સારી એપ બનાવવા પાછળ વધારે ખર્ચો પણ કરવો પડી શકે છે.

જિયો હેપી ન્યુ યર ઓફર Vs વેલકમ ઓફર, કેટલું અલગ કેટલું સમાન?

એટલા માટે જ એક નવો સવાલ પણ દિમાગમાં આવે છે કે કઈ રીતે ફ્રી માં એપ બનાવી શકાય. એપ બનાવવા માટે ઘણા બધા રસ્તા ઉપલબ્ધ છે. પરંતુ તેમાં એપ બનાવવા માટે પૈસા ચૂકવવા પડે છે. જે કેટલીક વખત નાના બિઝનેસ માટે યોગ્ય નથી હોતા.

ખાલી 20 મિનિટમાં બનાવો પોતાની એપ, તે પણ ફ્રી...

તેના માટે પણ એક સરળ રસ્તો છે અને તે છે એપ્પય પાઇ. જે એક ક્લાઉડ આધારિત મોબાઈલ એપ બિલ્ડીંગ પ્લેટફોર્મ છે. આવા બીજા પણ ઘણા પ્લેટફોર્મ છે. પરંતુ એપ્પય પાઇ વાપરવામાં ખુબ જ સરળ છે અને તેના ઘ્વારા બેઝિક બિઝનેસ એપ તમે ખુબ જ આસાનીથી બનાવી શકો છો.

સાવધાન, સ્માર્ટફોન ચાર્જર બની શકે છે ઘાતક

જો તમને કોઈ પણ જાતનું કોડિંગ નોલેજ ના હોય તો પણ તમે એપ્પય પાઇ ઘ્વારા એપ ખુબ જ આસાનીથી બનાવી શકો છો. તો જાણો એપ્પય પાઇ કઈ રીતે કામ કરે છે...

#1 ઓફિશ્યિલ એપ્પય પાઇ પર જાઓ

તમે ઓફિશ્યિલ એપ્પય પાઇ વેબસાઈટ પર જાઓ. ત્યાં તમને હોમ પેજ પર ફ્રી એપ બનાવવાનો ઓપશન હશે. તે ઓપશન પર ક્લિક કરો.

નવા ગોળીઓ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

#2 તમારી એપની કેટેગરી પસંદ કરો

હોમ પેજ પર ફ્રી એપ બનાવવાના ઓપશન પર ક્લિક કર્યા પછી તમે એપ માટેનું નામ એન્ટર કરો અને એપની કેટેગરી પસંદ કરો. એપ્પય પાઇ તમને તમારી બનનારી એપ નો ડેમો બતાવશે કે તમારી એપ કેવી દેખાશે.

#3 એપ માટે થીમ પસંદ કરો

એપ્પય પાઇ તમને તમારી એપ માટે ઘણી બધી થીમ બતાવશે. જેમાંથી તમારે તમારી પસંદની થીમ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારપછી એપ્પય પાઇ ફરી એકવાર તમને તમારી એપ માટેનો ડેમો બતાવશે.

#4 એપ વિશે માહિતી એન્ટર કરો

હવે તમે એપ માટેની જરૂરી માહિતી એન્ટર કરો. જેવી કે એપનું ડિસ્ક્રિપશન, અબાઉટ અસ, કોન્ટેક ડીટેલ અને એપમાં દર્શાવવા માટેના ફોટો. તેની સાથે સાથે તમે આઇકોન, ફોન્ટ, સ્ટાઇલ, કલર વગેરેનું સેટિંગ કરી શકો છો.

#5 સાઈન અપ અને ફ્રી સર્વિસ ટેપ કરો

બધી જ માહિતી આપી દીધા પછી ત્રીજા સ્ટેપ બિલ્ડ પર ક્લિક કરો. તેના પર ક્લિક કર્યા પછી તમારે સાઈન અપ કરવું પડશે. જેમાં તમારે નામ, મેલ અડ્રેસ અને બીજી જરૂરી માહિતી આપવી પડશે. તમારે ત્યારપછી ફ્રી સર્વિસ પર ક્લિક કરવી પડશે.

#6 તમે ફ્રીમાં તમારી એપ બનાવી દીધી છે.

તમે તમારી એપ બનાવી દીધી છે તે પણ ફ્રીમાં. હવે તમે તમારા ડેશબોર્ડ પર જાઓ અને જુઓ કે તમારી એપ કેવી દેખાઈ છે. તમારી એપ લાઈવ થવા માટે લગભગ 2 કલાક જેટલો સમય લાગશે.

ન્યૂ smartwatch શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
Here's how to create your own app for free in just a few simple steps.
Please Wait while comments are loading...

Social Counting