જીઓ મની: રિલાયન્સ જીઓ ની વોલેટ એપ નો ઉપીયોગ કરી અને એક કેશ લેસ દિવસ કઈ રીતે સરળતા થી વિતાવવો ?

Written by: Keval Vachharajani

અત્યારે પેટીએમ, ફ્રીચાર્જ, અને મોબીકવિક વચ્ચે સખત સ્પર્ધા ચાલી રહી છે તેવી પરિસિથિતિ મા રિલાયન્સ જીઓ ની માય જીઓ એપ એક વખત ચોક્કસ થી જોવા લાયક છે. ખાસ કરી ને અત્યાર જેવી પરિસ્થિતિ માં જેમાં આપડા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 500 અને 1000 ની નોટો અમાન્ય કરવા માં આવી છે.

રિલાયન્સ જીઓ ની વોલેટ એપ નો ઉપીયોગ કરી અને એક કેશ લેસ દિવસ કઈ રીતે સરળ

રિલાયન્સ જીઓ એવી બધી જ એપ નું એક પેક આપે છે જેના દ્વારા તમે તમારો આખો દિવસ સરળતા થી કોઈ પણ પ્રકાર ની તકલીફ વગર પસાર કરી શકો છો. કંપની એ એક નવી એપ ને પણ બહાર પાડી છે જેનું નામ છે જીઓ મની, અને તે બંને પ્લેટફોર્મ એન્ડ્રોઇડ અને ios પર ઉપલબ્ધ છે. કે જે એક વોલેટ જેવી જ સેવા આપે છે અને યુઝર માટે પૈસા સંભાળવા વધુ સરળ બનાવી આપે છે.

રિલાયન્સ જીઓ ઇફેક્ટ: એરટેલ DTH, બ્રોડબેન્ડ અને પોસ્ટપેડ યુઝર્સ હવે મેળવી શકે છે વધારા નો ફ્રી 5 GB ડેટા

જીઓ મની દ્વારા યુઝર્સ પોતના મોબાઈલ નંબર ને પણ રિચાર્જ કરાવી શકે છે, ખરીદી કરી શકે છે, કેશ ટ્રાન્સફર કરી શકે છે, અને આકર્ષક કુપન ઑફર્સ યુઝર્ ને એક સ્માર્ટ ખરીદાર બનાવે છે. એપ તમને અમુક ડિસ્કાઉન્ટ કુપન પણ આપે છે જેના દ્વારા તમે ઘણા બધા પૈસા બચાવી શકો છો અને સાથે સાથે કારણ વગર નો ખરચો કરતા ભી અટકો છો.

તમે વોટ્સએપ પર દરેક કોન્ટેક્ટ ને કુલ કેટલા મેસેજીસ મોકલ્યા તે કઈ રીતે જાણવું

તો આરહી જીઓ મની એપ નો ઉપીયોગ કરી અને સ્માર્ટ ખરીદાર બનવા ની રીત, અને સરળતા થી એક કેશલેસ દિવસ કઈ રીતે પસાર કરવો. માત્ર તેમાં પૈસા એડ કરો અને બસ ત્યાર બાદ યુઝર કોઈ પણ પ્રકાર ના ઓનલાઇન પેમેન્ટ કરી શકશે.

#1 ડાઉનલોડ કરો જીઓ મની એપ

આ એપ બંને પ્લેટફોર્મ એન્ડ્રોઇડ અને ios બંને પર ઉપલબ્ધ છે, જીઓ મની સૌથી પેહલા તમારા સ્માર્ટફોન પર ડાઉનલોડ કરી અને તેને ઇન્સ્ટોલ કરેલી હોવી જોઈએ.

#2 એપ ને ઓપન કરી અને રજીસ્ટર કરો

એક વખત જયારે એપ તમારા સ્માર્ટફોન પર ઇન્સ્ટોલ થઇ જાય ત્યાર બાદ, તમે સરળતા થી એપ ને ઓપન કરી અને તેમાં રજીસ્ટર થઇ શકો છો તે પણ માત્ર તમારી વિગતો, મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કર્યા બાદ.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

#3 રજીસ્ટર એન્ડ વેરીફાય OTP પર ક્લિક કરો

ત્યાર બાદ તેમાં તમારે તમારું નામ, ડેટ ઓફ બર્થ, જાતિ, અને પાસવર્ડ દાખલ કરવું પડશે. ત્યાર બાદ પાસવર્ડ ને ફરી થી એક વખત દાખલ કરી અને તેને કન્ફોર્મ કરો ત્યાર બાદ "આઈ એગ્રી" પર ટીક કરી અને રજીસ્ટર પર ક્લિક કરો. ત્યાર બાદ તમને એક મેસેજ મળશે, કે જેમાં એક OTP આપવા માં આવેલ હશે, ત્યાર બાદ એકાઉન્ટ ને કન્ફોર્મ કરતી વખતે જયારે તમારી પાસે થી OTP નંબર માંગે ત્યારે તેમાં તે OTP નંબર દાખલ કરો અને તમારા એકાઉન્ટ ને કન્ફોર્મ કરો.

#4 ચાર ડિજિટ ના mPIN ને સેટ કરી અને લોગઇન કરો

હવે તમે તમારા 4 ડિજિટ ના mPIN ને ગોઠવી શકો છો, ત્યાર બાદ તે નંબર ને ફરી થી દાખલ કરો અને બસ તમારું કામ પૂરું, હવે તમે જીઓ મની પર રજીસ્ટર થઇ ગયા છો, હવે તમારી પાસે કેશ છે કે નહિ તેના થી કોઈ જ ફરક પડતો નથી, જીઓ મની એપ દ્વારા તમે કોઈ પણ ખરીદી કરી શકો છો, બિલ ભરી શકો છો, રિચાર્જ કરી શકો છો અને આવું જ બીજું ઘણું બધું તમેં રિલાયન્સ ની જીઓ મની એપ દ્વારા તમારા હાથ માં કેશ વગર સરળતા થી કરી શકો છો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોRead more about:
English summary
Here are 5 steps to use JioMoney app on your iOS and Android phone, and spend a cashless less day with ease.
Please Wait while comments are loading...

Social Counting