હાઈક સ્ટીકર્સ ને વોટ્સએપ પર કઈ રીતે મોકલી શકાઈ [એન્ડ્રોઇડ એન્ડ ios માટે]

Written by: Hitesh Vasavada

હવે એ કોઈ રહસ્ય નથી રહ્યું કે હાઈક મેસેન્જર એ બીજી બધી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ કરતા વધુ વેર્સેટાઇલ છે. પછી ભલે તે UI ની વાત હોઈ કે પછી, કોલિંગ ની(વોઇસ, વિડિઓ, અને કોન્ફરન્સ કોલ), નવા ઇનોવેટિવ અને વધુ એક્સપ્રેસીવ સ્ટીકર્સ, ઈમોજી, કુપન અને વાઉચર, ગેમ્સ અને બીજું ઘણું બધું.

હાઈક  સ્ટીકર્સ ને વોટ્સએપ પર કઈ રીતે મોકલી શકાઈ

અને બીજી તરફ ટોકિંગ નતાશા એ એક નવું જ એન્ટરટેઇન્મેન્ટ નું આકર્ષણ છે. હાલહી માં લોન્ચ થયેલું ગૂગલ નું વોઇસ આસિસ્ટન્ટ ખુબ જ ચર્ચા માં છે. પરંતુ નતાશા સાથે વાત કરવા ની એક અલગ જ મજા અને ફન છે જ્યારે તમારી પાસે બીજું કઈ પણ કરવા માટે ના હોઈ ત્યારે.

પરંતુ જયારે આપડે હાઈક ના સ્ટીકર્સ વિષે વાત કરીએ ત્યારે, ઘણા બધા વોટ્સએપ ના યુઝર્સ એવું ઈચ્છતા હોઈ છે કે તેઓ હાઈક ના આ બધા સ્ટીકર્સ ને વોટ્સએપ પર પણ વાપરી શકે. તો આરહ્યો તેનો ઉકેલ. અનુસરો આ અમુક સિમ્પલ સ્ટેપ્સ અને અને મોકલો તમારા વોટ્સએપ ના મિત્રો ને હાઈક ના સ્ટીકર્સ.

#1 હાઈક પર સ્ટીકી ઓપ્શન ને પસંદ કરો

એક વખત તમારા ફોન પર હાઈક મેસેન્જર ઓપન કર્યા બાદ હવે, સેટિંગ્સ માં જઈ સ્ટીકી ઓપ્શન પર ક્લિક કરો.

#2 સ્ટીકી માંથી વોટ્સએપ ને પસંદ કરો

હાઈક ના સ્ટીકી ઓપ્શન દ્વારા તમે તમારા હાઈક ના સીટકર્સ ને બીજા બધા ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ સાથે શેર કરી શકો છો. તો એક વખત સ્ટીકી પર ક્લિક કર્યા બાદ, તમને તમારા ફોન પર ઇન્સ્ટોલ થયેલી બીજી બધી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ બતાવશે. તમાથી વોટ્સએપ ની બાજુ પર આપેલા બોક્સ ને ચેક કરો.

#3 હવે વોટ્સએપ માં જાવ

હવે તમારે વોટ્સએપ ને ઓપન કરવું પડશે, આહ્યા તમને દેખાશે કે હાઈક નો આઇકોન તમારા વોટ્સએપ ના હોમ પેજ પર આવી ગયો છે.

#4 સ્ટીકર સેન્ડ કરો

અંતે તમારે માત્ર એટલું જ કરવા નું રહેશે કે વોટ્સએપ ના ચેટ પર ક્લિક કરી હાઈક ના આઇકોન પર ટેપ કરો, હવે તમને હાઈક ના બધા જ સ્ટીકર્સ જોવા મળશે, હવે તમારે જે સ્ટીકર જેને વોટ્સએપ પર મોકલવું હોઈ તેને સેન્ડ કરી દયો.

# ios ના યુઝર્સ માટે

જયારે આઈફોન ની વાત આવે ત્યારે, હાઈક ના યુઝર્સ એ સ્ટીકર પર લોન્ગ ટેપ કરી અને 'શેર વાયા' પર ક્લિક કરવા નું રહેશે. જેના દ્વારા તમારી સમક્ષ એક એકશન શીટ ખુલશે જેમાં થી તમે વોટ્સએપ ને પસંદ કરી શકો છો.હવે તમે તમારા કોઈ પણ વોટ્સએપ ના કોન્ટેક્ટ ને હાઈક ના સ્ટીકર્સ મોકલી શકો છો.English summary
WhatsApp chatting has never been so much fun. Know here to send Hike stickers on WhatsApp.
Please Wait while comments are loading...

Social Counting