જાણો, કઈ રીતે તમારા એન્ડ્રોઇડ ફોનને આઈફોન જેવો બનાવવો

એન્ડ્રોઇડ અને આઇઓએસ હાલમાં દુનિયામાં ચાલી રહેલી ખુબ જ ફેમસ ઓપરેટિંગ સિસ્ટમ છે. બંને ઓપરેટિંગ સિસ્ટમનો એક અલગ ક્લાસ અને અલગ વર્ગ છે.

Written by: anuj prajapati

એન્ડ્રોઇડ અને આઇઓએસ હાલમાં દુનિયામાં ચાલી રહેલી ખુબ જ ફેમસ ઓપરેટિંગ સિસ્ટમ છે. બંને ઓપરેટિંગ સિસ્ટમનો એક અલગ ક્લાસ અને અલગ વર્ગ છે.

જાણો, કઈ રીતે તમારા એન્ડ્રોઇડ ફોનને આઈફોન જેવો બનાવવો

હાલમાં થોડીવાર માટે આઇઓએસ ને ભૂલી જાઓ અને ખાલી એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર ફોકસ કરો. એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ ઘણા કામ કરી શકે છે. તે ઉપયોગ કરવામાં ખુબ જ સરળ છે, કેટલાક સ્માર્ટફોનમાં ખુબ જ ક્લીન છે એટલું જ નહીં પરંતુ તેને કસ્ટમાઇઝ પણ કરી શકાય છે.

ભીમ એપમાં હવે 7 ભાષા સપોર્ટ, નવું અપડેટ ઘણા નવા ફીચર લાવ્યું.

તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો. તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોનને ખુબ જ સરળતાથી કસ્ટમાઇઝ કરી શકો છો. તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોનને કસ્ટમાઇઝ કરી તમારો મનપસંદ લૂક આપી શકો છો. તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોનને કસ્ટમાઇઝ ઘ્વારા વિન્ડોઝ બનાવી શકો છો, ઉબન્ટુ પણ બનાવી શકો છો એટલું જ નહીં પરંતુ તમે તેને આઇઓએસ લૂક પણ આપી શકો છો.

નોકિયા 8, નોકિયા પી1, નોકિયા ડી1સી અને બીજા નોકિયા ફોન વિશે જાણો

બિલકુલ સાચી વાત છે. તમે તમારો એન્ડ્રોઇડ સ્માર્ટફોન આઈફોન બનાવી શકો છો. હવે તમારા મનમાં સવાલ હશે કે આવું કઈ રીતે શક્ય છે? તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનને આઈફોન બનાવવા માટે તમારે કેટલીક એપ્સ ડાઉનલોડ કરવી પડશે. અહીં અમે તમને તે એપનું લિસ્ટ આપી રહ્યા છે.

લોક સ્ક્રીન આઇઓએસ 10

નામ પરથી તમને આ એપ વિશે ખ્યાલ આવી જશે. આ એપની મદદથી તમે આઇઓએસ લોક સ્ક્રીન મેળવી શકો છો. જેના માટે તમારે ખાલી એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે. ઇન્સ્ટોલ કર્યા પછી તેને ઓપન કરો અને લોક સ્ક્રીન ઇનેબલ કરો. તમે આ એપમાં બીજા પણ ઘણા કસ્ટમાઇઝ કરી શકો છો.

એક્સ ઓએસ લોન્ચર

હોમ સ્ક્રીન, નામ જ તમને બધું જણાવી દે છે. કોઈ પણ ફોનમાં આ સૌથી વધુ અગત્યનું હોય છે અને એક્સ ઓએસ લોન્ચર બિલકુલ તમારી જરૂરિયાત મુજબ જ તેને બનાવે છે. એપ ઇન્સ્ટોલ કરો અને જાતે જ અનુભવ કરી જુઓ.

એપલ કીબોર્ડ

ઘણા લોકોને આઇઓએસ કીબોર્ડ ખુબ જ પસંદ હોય છે. એટલા માટે જો તમને પણ આઇઓએસ જેવું કીબોર્ડ પસંદ હોય તો તેને તમે સરળતાથી મેળવી શકો છો. તેના માટે તમારે એપલ કીબોર્ડ એપ ઇન્સ્ટોલ કરવી પડશે અને સેટિંગમાં જઈને ડિફોલ્ટ કીબોર્ડ પસંદ કરવું રહેશે.

વોલપેપર

સ્માર્ટફોનને આઇઓએસ ટાઈપ બનાવવા માટે તેને એપલ જેવો ફેનીશીંગ ટચ આપવો પણ એટલો જ જરૂરી છે. તેના માટે તમે એપલ જેવા વોલપેપર પસંદ કરો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Can"t afford an iPhone? Well, let"s make your Android phone look like an iPhone.
Please Wait while comments are loading...

Social Counting