વોટ્સએપ ના નવા સ્ટેટ્સ ફીચર ને તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર કઈ રીતે સક્રિય કરવું

Written by: Hitesh Vasavada

એવું લાગી રહ્યું છે કે વોટ્સએપ એક ગીત ની જેમ ચાલી રહ્યું છે. ફેસબૂક ની માલિકી ની આ કંપની પોતાની બંને એન્ડ્રોઇડ અને ios એપ માં નવા નવા ફીચર્સ ઉમેરતી જ જાય છે. 2 વર્ષ પેહલા જયારે આ કંપની સ્નેપચેટ ને ખરીદી ના શકી, તે પછી ફેસબૂક સ્નેપચેટ ના બધા જ ફીચર્સ તેના બધા જ પ્લેટફોર્મ માં ઉમેરતી જાય છે.

વોટ્સએપ ના નવા સ્ટેટ્સ ફીચર ને તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર કઈ રીતે

થોડા જ સમય પેહલા સોશ્યિલ નેટવર્ક જાયન્ટે એક નવું ઇમેજ એડિટિંગ ટૂલ મૂક્યું હતું, અને થોડાક અઠવાડિયા પેહલા જ એવી ખબર સાંભળવા માં આવી હતી કે કંપની એક નવા ફીચર ને તપાસી રહી છે જેનું નામ "સ્ટેટ્સ" છે, કે જે સ્નેપચેટ સ્ટોરીઝ ને મળતું આવે છે અને તેની પ્રતિકૃતિ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ થી પણ.

જો કે, આ ફીચર હજી સુધી પબ્લિક માટે નથી મુકવા માં આવ્યું, પરંતુ એક સિમ્પલ નાનકડી ટ્રીક દ્વારા તમે તમારા રુટેડ એન્ડ્રોઇડ સ્માર્ટફોન મા આ ફીચર ની માજા લઇ શકશો.

#સ્ટેપ-1 તમારો એન્ડ્રોઇડ સ્માર્ટફોન રુટેડ હોવો જરૂરી છે

વોટ્સએપ નું નવું સ્ટેટ્સ ફીચર નો ઉપીયોગ કરવા માટે તમારો એન્ડ્રોઇડ સ્માર્ટફોન રુટેડ હોવો જરૂરી છે, અને તેમાં પણ તમે વોટ્સએપ નું બીટા 2.16.336 કે તેના થી ઉપર નું વરઝ્ન ઇન્સ્ટોલ કરેલું હોવું જોઈએ, વોટ્સએપ બેટા ઇન્સટોલ કરવા માટે, નોંધણી કરાવી પડશે અથવા તો તમે સીધું apk ફાઈલ ડોઉનલોડ કરી શકો છો, મિરર હોસ્ટિંગ સાઈટ પર થી જેમ કે apkmirror.com.

#સ્ટેપ-2 ડોઉનલોડ કરો 'WA Tweaks’ નું લેટેસ્ટ વરઝ્ન

હવે બીજા સ્ટેપ ની અંદર તમારે એક એપ ‘WA Tweaks' નામ ની ડાઉનલોડ કરવી પડશે, કે જે તમને ગૂગલ પ્લે સ્ટોર માં પ્રાઇવસી પોલિસી ના લીધે નહિ મળે, પરંતુ તમે તે એપ ને અહ્યા ક્લિક કરી અને ડોઉનલોડ કરી શકો છો.

#સ્ટેપ-3 ઓપન કરો 'WA Tweaks’ અને રુટ એકસેસ ને ગ્રાન્ટ કરો

હવે તમારે ડોઉનલોડેડ એપ ને ઓપન કરી અને રુટ એકસેસ ને ગ્રાન્ટ કરવા નું રહેશે, જો તમે સુપરયુઝર અનુમતિ નહિ આપો એપ્લીકશન ને, તે ચાલશે નહિ, અને તમે તે ફીચર ને ચાલુ નહિ કરી શકો.

#સ્ટેપ-4 નીચે આપેલા સ્ટેપ્સ ને અનુસરો

એપ્લીકશન ને રુટ એકસેસ ગ્રાન્ટ કર્યા બાદ, તમને તમારી હોમ સ્ક્રિન પર 3 ઓપ્શન દેખાશે, તેમાંથી સક્રિય કરો ટુ ફેક્ટર ઑથ, સક્રિય કરો ન્યૂ હોમ UI, સક્રિય કરો ન્યૂ કોન્ટેક્ટ સિલેક્ટર. હવે બીજા ઓપ્શન ને પસન્દ કરી અને એપ્લીકશન ને રી ઓપન કરો.

ત્યાર બાદ, તમારે હેમબર્ગર મેનુ પર પ્રેસ કરો, કે જે ઉપર ની ડાબી બાજુ પર આપેલ છે, ત્યાર બાદ તમને એક 'એક્સટ્રા' નામ નો નવો ઓપ્શન દેખાશે, બસ તેના પર ક્લિક કરો અને ત્યાર બાદ પ્રેસ કરો 'ઈન્જેક્ટ વોટ્સએપ ચેટ સ્ટેટ્સ' પર.

 

#સ્ટેપ-5 તમારા સમાર્ટફોન ને રીબુટ કરો

એક વખત તમારા સમાર્ટફોન ને રીબુટ કર્યા બાદ, તમારા વોટ્સએપ ને ઓપન કરો અને જોવો કે નવું ફીચર આવી ગયું છે કે નહિ, જો નવું ફીચર આવ્યું ના હોઈ તો આ સેઇમ પ્રક્રિયા ને વારંવાર અનુસરો જ્યાં સુધી તે નવું ફીચર તમારા વોટ્સએપ માં આવી ના જાય ત્યાં સુધી.English summary
WhatsApp has been pushing some really interesting features to both Android and iOS in recent times. And the latest one to arrive is the 'Status' updates.
Please Wait while comments are loading...

Social Counting