કોઈ પણ એન્ડ્રોઇડ ફોન પર એડ બ્લોક ફીચર ને કઈ રીતે ચાલુ કરવું

જો તમે જાહેરાતો થી કંટાળી ગયા હો તો આ જ એ આર્ટિકલ છે કે જે તમારે વાંચવો જોઈએ.

આજે જયારે લગભગ બધી જ જગ્યા ઓ પર હોઈ છે ત્યારે ઓનલાઇન યુઝર્સે તેના થી કંટાળી અને એક અવરોધ ડેવલોપ કર્યો છે કે જે ઈન્ટરનેટ પર આવતી બધી જ એડ્સ ને રોકે છે. તે \બેનર જાહેરાતો ને ટાળવા માટે કલોઝ સાઈન પર પોતાની મેળે જ ક્લિક કરી આપે છે. અને તે ઓનલાઇન વિડિઓ જોતી વખતે આવતી જાહેરાતો ને બાયપાસ કરે છે અને પૉપ અપ જાહેરાતો જેવી સ્ક્રીન પર આવે એટલે તરતજ તેને પણ બંધ કરી આપે છે.

કોઈ પણ એન્ડ્રોઇડ ફોન પર એડ બ્લોક ફીચર ને કઈ રીતે ચાલુ કરવું

અને આ બધા ડિસ્ટ્રેકશન ને હંમેશા માટે ટાળવા માટે, તમારે એક એપ ઇન્સ્ટોલ કરવી પડશે જેનું નામ છે 'નેટગાર્ડ' કે જે તમને વેબ પર આવતી બધી જ જાહેરાતો ને બ્લોક કરવા માં મદદ કરશે. અને આ એપ કે જે એડ બ્લોકીંગ ફીચર આપે છે તે તમને ગુગલ પ્લે સ્ટોર માં નહિ જોવા મળે. આ સર્ચ જાયન્ટ પોતાના ગુગલ ક્રોમ માં અને બીજી અમુક એપ્સ પર જાહેરાતો ને બ્લોક કરવા નથી માંગતું.

યુસી વેબ ભારતમાં વર્ષ 2019 સુધીમાં 200 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

તમારા એન્ડ્રોઇડ ડિવાઈઝ ની અંદર માત્ર એક વખત 'અનનોન સોર્સીસ' ને ઓન કર્યા બાદ તમે આ એપ ની ગુગલ પ્લે સ્ટોર સિવાય કોઈ પણ સ્ટોર પર થી સરળતા થી ડાઉનલોડ કરી શકશો. અને નેટગાર્ડ ના એડ બ્લોકીંગ ફીચર ને ઓન કરવું પણ ખુબ જ સરળ છે.

સ્ટેપ-1: ઇન્સ્ટોલ 'નેટગાર્ડ' એપ

જો તમારી પાસે આ એપ નું ગુગલ પ્લે સ્ટોર વરઝ્ન હોઈ (કે જે બેઝિક ફીચર્સ સાથે આવે છે) તો તેને સૌથી પહેલા અનઇન્સ્ટોલ કરો. ત્યાર બાદ જેવું તે પૂર્ણ થઇ જાય એટલે Github ના પેજ પર જાવ અને એજ એપ નું લેટેસ્ટ વરઝ્ન ડાઉનલોડ કરો.

સ્ટેપ-2: નેટગાર્ડ ન VPN સેવા ને ચાલુ કરો

એક વખત જયારે આ એપ ડાઉનલોડ થઇ જાય ત્યાર બાદ, તેને ઇન્સ્ટોલ કરી અને ઓપન કરો. ત્યાર બાદ ડાબી બાજુ ઉપર આપેલા ટોગલ બટન પર ક્લિક કરી અને નેટગાર્ડ ના VPN ને ઓન કરો. ત્યાર બાદ જે પૉપ અપ મેનુ ઓપન થાય તેની અંદર ઓકે પર ક્લિક કરો.

સ્ટેપ-3:ટ્રાફિક ને ફિલ્ટર કરો

ત્યાર બાદ, એપ ની અંદર જમણી બાજુ ટોચ આપેલા 3 ડોટ્સ પર ક્લિક કરો. ત્યાર બાદ તેની અંદર 'સેટિંગ્સ' માં જાવ અને તેના પછી 'એડવાન્સ ઓપ્શન' ની અંદર જય અને 'ફિલ્ટર ટ્રાફિક' ને ઓન કરો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

સ્ટેપ-4: ડાઉનલોડ હોસ્ટ ફાઇલ્સ

ત્યાર બાદ ફરી એક વખત 'સેટિંગ્સ' ઓપ્શન પર આવો અને 'બેક અપ' ને પસન્દ કરો. ત્યાર બાદ 'ડાઉનલોડ હોસ્ટ ફાઇલ્સ' ઓપ્શન પરકંઈક ક્લિક કરી અને હોસ્ટફાઇલ્સ ને ડાઉનલોડ કરો.

સ્ટેપ-5: ડેટા સેવર ને ડાઉનલોડ કરો

ઉપર જણાવેલા બધા જ સ્ટેપ્સ ને પૂર્ણ કર્યા બાદ ગુગલ ક્રોમ ને ઓપન કરો. ત્યાર બાદ તેના સેટિંગ્સ ની અંદર જાવ અને 'ડેટા સેવર ના ઓપ્શન ને બંધ કરો.

સ્ટેપ-6: એડ બ્લોકીંગ ફીચર ને ટેસ્ટ કરો

આ ફીચર ને ટેસ્ટ કરતા પહેલા 10 મિનિટ નો બ્રેક લો, જેના કારણે એન્ડ્રોઇડ DNS કેચ ટાઈમ આઉટ થઇ શકે. ત્યાર બાદ, નેટ ગાર્ડ ના ટેસ્ટ પેજ પર જાવ જેથી તમે આ ફીચર ને ચકાસી શકો. જો તમને "એડ બ્લોકીંગ વર્ક" આવો મેસેજ મળે તો સમજી જાવ કે આ ટેસ્ટ સફળ રહી છે.

નોંધ: એક વાત ની ખાસ નોંધ લેવી કે આ એપ એવી કોઈ પણ એડ્સ ને નહિ બ્લોક કરે કે જે ડોમેન બેઝડ નથી. તેથી યૂટ્યૂબ જેવી એપ્સ ની અંદર તમને નેટગાર્ડ ઇન્સ્ટોલ કર્યા બાદ પણ એડ્સ બતાવશે જ.

 

English summary
To avoid the ads permanently, there is an app by name 'NetGuard' which helps you to block all the ads shown in the web.
Please Wait while comments are loading...

Social Counting