તમે વોટ્સએપ પર દરેક કોન્ટેક્ટ ને કુલ કેટલા મેસેજીસ મોકલ્યા તે કઈ રીતે જાણવું

By Keval Vachharajani
|

શું તમને ખબર છે કે તમે તમારા વોટ્સએપ પર કેટલા મેસેજ મોકલ્યા અને કેટલા મેળવ્યા તે ખરેખર ચેક કરી શકો છો.

તમે વોટ્સએપ પર દરેક કોન્ટેક્ટ ને કુલ કેટલા મેસેજીસ મોકલ્યા તે કઈ રીતે

વોટ્સએપે "સ્ટોરેજ યુઝેજ" નામ નું એક નવું ફીચર બહાર પડ્યું છે પરંતુ તે ફીચર અત્યરે માત્ર ios યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે. આ ફીચર તમારા માટે તો જ કામ નું છે જો તમે એવું ચેક કરવા મંગતા હો કે તમે કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા તો ચોક્કસ ગ્રુપ સાથે કુલ કેટલા મેસેજો ની આપ લે કરી છે. અને આ ફીચર માં તમે ઊંડાણ પૂર્વક એટલું ભી જોઈ શકો છો કે ટોટલ કેટલા વિડિઓ, ફોટોઝ, અને ઓડિયો ની આપ લે થઇ છે તે પણ જાણી શકો છો.

તદુપરાંત, તમે તે પણ જોઈ શકો છો કે વોટ્સએપ પર તમારા મનપસન્દ કોન્ટેક્ટ ક્યાં ક્યાં છે તે પણ માત્ર તેના નામ ની સામે આપેલા મેસેજીસ ના નંબર પર થી.

દુઃખ ની વાત એ છે કે આ ફીચર હજી સુધી એન્ડ્રોઇડ યુઝર્સ માટે બહાર પાડવા માં આવ્યું નથી. તેમ છત્તા એન્ડ્રોઇડ યુઝર્સ પાસે એક રસ્તો છે, એ જરાક અઘરો લાગી શકે છે પરંતુ યુઝર્સ નંબર જોઈ શકશે.

આ આર્ટિકલ દ્વારા આપડે જાણીશું કે, આપડે વોટ્સએપ પર દરેક કોન્ટેક્ટ ની સાથે કુલ કેટલા મેસેજીસ ની આપ લે કરી છે, બંને ios અને એન્ડ્રોઇડ એપ્સ માટે.

તમે વોટ્સએપ પર દરેક કોન્ટેક્ટ ને કુલ કેટલા મેસેજીસ મોકલ્યા તે કઈ રીતે

#ios એપ પર કુલ કેટલા મેસેજીસ ની આપ લે કરી તે જોવા માટે ની રીત

  • વોટ્સએપ એપ્લિકેશન ને લોન્ચ કરો, અને સેટિંગ્સ(ગેર આઇકોન) પર ક્લિક કરો
  • એકાઉન્ટ્સ પર ક્લિક કરો
  • હવે માહિતી તમારી સામે આવતા પેહલા થોડો સમય લાગી શકે છે, કેમ કે તમારી તે ફાઈલ ની સાઈઝ કેવડી મોટી છે તેના પર આધાર રાખે છે.
  • વોટ્સએપ પર ના કુલ બધા જ મેસેજીસ તમારી સ્ક્રીન ની ટોચ પર જોવા મળશે, અને કુલ કેટલા મેસેજીસ તમે દરેક કોન્ટેક્ટ સાથે કર્યા છે તેનું લિસ્ટ તેની નીચે દર્શાવવા માં આવે છે તેના નામ અને નંબર ની સાથે.
તમે વોટ્સએપ પર દરેક કોન્ટેક્ટ ને કુલ કેટલા મેસેજીસ મોકલ્યા તે કઈ રીતે
  • કોઈ પણ કોન્ટેક્ટ પર ક્લિક કરી અને તેની વધારા ની માહિતી મેળવી શકો છો. તેના દ્વારા તમે જાણી શકશો કે તમે તે વ્યક્તિ સાથે કુલ કેટલા મેસેજીસ, વિડિઓઝ, ફોટોઝ, લોકશન, ઑડિઓઝ, ફાઇલ્સ, ની આપણે કરી છે અને આ બધો ડેટા ભેગો થઈ અને કુલ કેટલી જગ્યા તમારા ફોન પર રોકી રહ્યું છે તે તમે જાણી શકો છો.
તમે વોટ્સએપ પર દરેક કોન્ટેક્ટ ને કુલ કેટલા મેસેજીસ મોકલ્યા તે કઈ રીતે
  • તે ઉપરાંતજો તમે માત્ર સ્ટોરેજ યુસેઝ જ જાણવા માંગતા હો તો, તમારે માત્ર સાઈઝ ટેબ પર કિલ્ક કરવા નું રહેશે(નીચે ની બાજુ જોવા મળે છે), અને તમે વોટ્સએપ મેસેન્જર એપ નો ટોટલ સ્ટોરેજ યુસેજ જોઈ શકશો, અને એટલું જ નહિ દરેક કોન્ટેક્ટ વિષે અલગ થી પણ સ્ટોરેજ યુસેજ જોઈ શકશો.
તમે વોટ્સએપ પર દરેક કોન્ટેક્ટ ને કુલ કેટલા મેસેજીસ મોકલ્યા તે કઈ રીતે

#એન્ડ્રોઇડ પર કુલ કેટલા મેસેજીસ ની આપ લે કરી તે કઈ રીતે જોવું

1- વોટ્સએપ ની એપ ને લોન્ચ કરી અને, જે વ્યક્તિ ના મેસેજ ગણવા હોઈ તેના પર ટેપ કરો

2- ઓપ્શન્સ માં જઈ અને ત્યાર બાદ મોર માં જઈ અને ઇમેઇલ ચેટ માં જાવ

3- અટેચ વિધઆઉટ મીડિયા પર ક્લિક કરો

4- તમારું ઇમેઇલ id નાખો,(તમને તમારા આ ઇમેઇલ id પર તમારી આખી ચેટ ની વાત ચિત ટેક્સ્ટ ફોર્મેટ માં મોકલવા માં આવશે)

5- તમારા ઇમેઇલ એકાઉન્ટ માં જઈ અને ચેટ ને ડાઉનલોડ કરો

6- ત્યાર બાદ આખા કન્ટેન્ટ ને નોટપેડ ++ માં કોપી કરો(આ એક ફ્રી ટૂલ છે)

#તેથી હવે તમે આ મેટ્રિક્સ લોગ મેળવી શકો છો.

  • સર્ચ કરો માત્ર "am - " ની સાથે, અને ત્યાર બાદ "pm - " ની સાથે, વ્યક્તિગત કાઉન્ટ મેળવવા માટે અને પછી અંત માં બંને કાઉન્ટ ને જોડી દયો, જેના દ્વારા તમે ગણતરી કરી શકશો કે તમે કુલ કેટલા મેસેજીસ ની આપ લે કરી છે.
  • જો તમે કોઈ એક ચોક્કસ મહિના ના મેસેજીસ ની ગણતરી કરવા માંગતા હો તો, તમે ફાઈલ ને આ રીતે સર્ચ કરી શકો છો, /11/2016, કે જેમાં 11 એ મહિનો છે. તેવી જ રીતે કોઈ વર્ષ ની ગણતરી કરવા માટે લખો /2016,

#નોંધ : માત્ર 2016 લખી અને સર્ચ કરવું નહિ કારણકે તમારા મેસેજીસ માં ઘણી માહિતી એવી હશે કે જેમાં 2016 આવતું હોઈ. તેથી નોટપેડ++ પણ તેને એક ગણતરી ની જેમ જ લેશે. તો હંમેશા /2016 આજ ફોરમેટ નો ઉપીયોગ કરવો. કે જે વોટ્સએપ નું સ્ટાન્ડરડ ફોરમેટ છે.

7- તો હવે જયારે તમને મેળવનાર નું નામ મળી જાય ત્યાર બાદ તમે જોઇ શકો છો કે તેનું નામ કેટલી વખત આવ્યું છે, તે નંબર બતાવે છે કે મેળવનારે કુલ કેટલા મેસેજીસ મોકલ્યા છે.

Best Mobiles in India

English summary
Using WhatsApp frequently? You can now check how many messages you have exchanged with a particular contact or group.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X