રિલાયન્સ જિયો 4જી સિમકાર્ડનો ડોંગલમાં ઉપયોગ કેવી રીતે કરશો..!

By Hitesh Vasavada
|

રિલાયન્સ જિઓ આજકાલ ઇન્ટરનેટને લઈને ચર્ચામાં છે. રિલાયન્સે હવે સેમસંગ, એલજી, એસસ, પેનાસોનિક, માઇક્રોમેક્સ, ટીસીએલ જેવા સ્માર્ટફોનોની લગભગ તમામ બ્રાન્ડ સાથે અજમાયશી તબક્કામાં શરૂઆત કરી દીધેલ છે. ભારતમાં ઘણા લોકોએ રિલાયન્સ જિયોનું સિમકાર્ડ વાપરવાનું શરૂ કર્યું પણ હશે. તાજેતરમાં એક એવી અફવા પણ ફેલાઈ હતી કે આ સેવા તમામ 4જી સ્માર્ટફોનોમાં પણ મળવાની શરૂ થઈ છે.

રિલાયન્સ જિયો 4જી સિમકાર્ડનો ડોંગલમાં ઉપયોગ કેવી રીતે કરશો..!

હવે, ઘણા લોકોને નવાઈ લાગશે કે શું રિલાયન્સ જિયો ફક્ત 4જી વાળા સ્માર્ટફોન પૂરતું જ સીમિત છે? આનો સીધો અને સાદો જવાબ છે, ના. આપ આ સિમકાર્ડ ડોંગલ જેવા કોઈપણ બ્રાન્ડના કોઈપણ સાધનમાં વાપરી શકો છો. કોઈપણ ડોંગલમાં રિલાયન્સ જિયો સિમકાર્ડ વાપરવા માટે નીચેના સ્લાઇડર જુઓ.
રિલાયન્સ જિયો 4જી સિમકાર્ડનો ડોંગલમાં ઉપયોગ કેવી રીતે કરશો..!

જિયો સિમકાર્ડ સહાયક. રિલાયન્સ જિયો સિમકાર્ડ મેળવવાના અનેક રસ્તા છે. અમે સિમકાર્ડ મેળવવાની પદ્ધતિઓ અગાઉથી જ દર્શાવેલ છે. તેમ છતાં, શરૂઆતના તબક્કામાં રિલાયન્સ જિયો સિમકાર્ડ ફક્ત કર્મચારીઓ અને 'લાઇફ’ સ્માર્ટફોન પૂરતાં જ ઉપલબ્ધ હતાં. એનો અર્થ કે જો તમારું સિમકાર્ડ લાઇફ સ્માર્ટફોન માટેનું હોય, તો તમે તેનો ઉપયોગ ડોંગલ માટે કરી શકો નહીં. આ ઉપરાંત, જો તમે એચપી પ્રિવ્યૂ ઓફરનો લાભ લઈને આ સિમકાર્ડ મેળવ્યું હોય તો તમે કદાચ કમનસીબ સાબિત થઈ શકો છો કારણકે જિયો સિમકાર્ડનો ઉપયોગ તમે ડોંગલમાં કરી શકશો નહીં. જો તમે સેમસંગ કે અન્ય કોઈ 4જી સ્માર્ટફોન માટેનું કાર્ડ લીધું હશે તો તેનો ઉપયોગ ડોંગલમાં આરામથી કરી શકો છો.

આપના ડોંગલમાં સિમકાર્ડ નાખો !

આપના ડોંગલમાં સિમકાર્ડ નાખો !

આ પ્રક્રિયાની શરૂઆતનું પગલું છે એરટેલ કે અન્ય કોઈપણ 4જી ને સુસંગત ડોંગલમાં તમારું સિમકાર્ડ નાખવું. તમારા ડોંગલને કોમ્પ્યૂટર અથવા લેપટોપ સાથે જોડો અને કનેક્શન થવાની રાહ જુઓ.

એપીએન સેટ કરો

એપીએન સેટ કરો

ડોંગલને એક વખત કનેક્ટ કર્યા પછી નોટિફિકેશન આવવાની રાહ જુઓ. જો એવું ન થાય, તો તમારા ડોંગલના સેટિંગમાં જાવ. જો તમે વિન્ડોઝ-8 કે તેથી ઉપરનું વર્ઝન વાપરતા હો તો તમારે નોટિફિકેશન પેનલ પર જઈને નીચે દર્શાવ્યા મુજબ એપીએન સેટિંગ કરવું પડશે.

એક્સેસ પોઇન્ટ નેમ : જિયોનેટ

એક્સેસ પોઇન્ટ નેમ : જિયોનેટ

એક વખત એક્સેસ પોઇન્ટ નેમ સેટ કર્યા પછી, બાકીના બધાં જ ખાનાં ખાલી છોડી દો અને ‘ઓકે' પર ક્લિક કરો. કેટલાંક ડોંગલ આપમેળે જ એપીએન નક્કી કરી લેતા હોય છે.

એટલું ધ્યાનમાં રાખશો કે કેટલાંક ડોંગલ આપમેળે જ એપીએન પસંદ કરી લેતા હોય છે. તેમ છતાં, અમે આપને પોતાનું બ્રાઉઝર ખોલીને ઇન્ટરનેટનું કનેક્શન ચેક કરવાની ભલામણ કરીએ છીએ. જો કોઈ વેબપેજ ન ખૂલે તો તમારે જાતે એપીએન સેટ કરવું પડશે.

બસ થઈ ગયું..! હવે તમે જિયો 4જી ડોંગલમાં વાપરતા થઈ ગયા

બસ થઈ ગયું..! હવે તમે જિયો 4જી ડોંગલમાં વાપરતા થઈ ગયા

જો બધું બરાબર રહ્યું તો તમારું ઇન્ટરનેટ ચાલુ થઈ જશે અને તમે રિલાયન્સ જિયો 4જીનો ડોંગલની મદદથી તમારા લેપટોપ કે કોમ્પ્યૂટર પર ઉપયોગ કરી શકશો. જો તમને કોઈ સમસ્યા નડે તો એક વખત તમારી સિસ્ટમને રીબુટ કરો અને ફરી પ્રયત્ન કરો.

Best Mobiles in India

English summary
Reliance Jio is official to many smartphone brands including Samsung, LG, Micromax, Asus, etc. Here's how to use the Reliance Jio SIM on a dongle.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X