ગૂગલ મેપ ઘ્વારા બહાર પાડવામાં આવ્યું લિસ્ટ, જાણો કઈ રીતે ઉપયોગી

ગૂગલ મેપ ઘ્વારા હાલમાં જ એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. જેનું નામ છે "લિસ્ટ"

By Anuj Prajapati
|

ગૂગલ મેપ ઘ્વારા હાલમાં જ એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. જેનું નામ છે "લિસ્ટ". જેની મદદથી તમે ગૂગલ મેપ પર લોકેશન ટ્રેક અને શેર કરી શકો છો. આ નવા અપડેટની મદદથી તમે જગ્યા વિશે લિસ્ટ બનાવી શકો છો. જેને તમે તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરી શકો છો.

ગૂગલ મેપ ઘ્વારા બહાર પાડવામાં આવ્યું લિસ્ટ, જાણો કઈ રીતે ઉપયોગી

ગૂગલના જણાવ્યા મજબ તમે કોઈ પણ જગ્યા વિશે લિસ્ટ બનાવી શકો છો. જેને તમે લોકો સાથે શેર પણ કરી શકો છો અને જયારે તમારા મિત્રો કે પરિવાર કોઈ લિસ્ટ બનાવે તો તેને તમે ફોલો પણ કરી શકો છો.

આ નવા ફીચરની મદદથી તમે એવી જગ્યાનું લિસ્ટ બનાવી શકો છો, જેને તમે વિઝિટ કરવા માંગો છો અથવા તો વિકએન્ડમાં સીટીમાં કયા સારા સ્ટ્રીટ ફૂડ છે અને કઈ જગ્યા છે જેને વિઝિટ શકાય તેવી માહિતી આપી શકો છો.

ટોપ 5 વેન્ડર લિસ્ટમાં કોઈ પણ ભારતીય બ્રાન્ડને જગ્યા નથી મળી

એટલું જ નહીં પરંતુ જ્યારે કોઈ તમારી સાથે લિસ્ટ શેર કરે છે તો તેને તમે ગૂગલ મેપ ઘ્વારા ફોલો પણ કરી શકો છો. તમે તમારા લિસ્ટને ઓફલાઈન જોઈ શકો છો અને એડિટ પણ કરી શકો છો. જેના માટે તમારે ઓફલાઈન મેપ ડાઉનલોડ કરવું પડશે.

કઈ રીતે લિસ્ટ બનાવવું?

કઈ રીતે લિસ્ટ બનાવવું?

# સાઈડ મેનુ ઓપન કરો, તમારા પ્લેસ પર જાઓ, સેવ ઓપન કરો અને પ્લસ સાઈન પર ક્લિક કરો.

# નવા લિસ્ટમાં જે પ્લેસ તમારે એડ કરવું હોય તેને ઓપન કરો, સેવ પર ટેપ કરો. ત્યારપછી ક્રિયેટ ન્યુ લિસ્ટ પસંદ કરો.

કઈ રીતે લિસ્ટ શેર કરવું?

કઈ રીતે લિસ્ટ શેર કરવું?

# તમારું લિસ્ટ ઓપન કરો ત્યારપછી ઉપર તરફ જમણી બાજુ ખૂણામાં આપેલા શેર બટન પર ક્લિક કરો.

# એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને ડિવાઈઝ પર તમે લિસ્ટ શેર કરી શકો છો. તમારા ફોનમાં આવેલી કોઈ પણ એપ હેન્ગઆઉટ, એસએમએસ, વહાર્ટસપ, ફેસબૂક અને ટ્વિટર ઘ્વારા તમે તેને શેર કરી શકો છો.

# એકવાર તમે તમારા મિત્રો કે પરિવારને તેની લિંક મોકલી આપો છો તેઓ ફોલો ટેપ ઘ્વારા તને જોઈ અને ફોલો કરી શકે છે.

કઈ રીતે લિસ્ટ એડિટ કરવું?

કઈ રીતે લિસ્ટ એડિટ કરવું?

તમારી જગ્યા પર જાઓ અને સેવ ટેબ પર ટેપ કરો. મેનુમાં આવેલા જમણી બાજુ ત્રણ ડોટ પર ટેપ કરો અને એડિટ લિસ્ટ પર ક્લિક કરો. તમે જગ્યાને એડ અને ડીલીટ પણ કરી શકો છો.

ગૂગલ મેપ લિસ્ટ ખુબ જ ઉપયોગી અને સરળ ફીચર છે. ગૂગલ તેની નેવિગેશન એપ વધુ સ્માર્ટ અને સોશ્યિલ બનાવી રહી છે.

Best Mobiles in India

English summary
Google Maps introduces "List"; Here's what you can do with it

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X