સ્કેમર્સ થી સાવધાન રહો ! 5 સિમ્પલ ટિપ્સ જેના દ્વારા તમે વોટ્સએપ પર આવતા સ્કેમ મેસેજીસ ને ઓળખી શકશો

આજ કાળ ઘણા બધા વોટ્સએપ પર સ્કેમ મેસેજીસ ફરી રહ્યા છે, તો જાણો તેને કઈ રીતે ઓળખવા.

Written by: Keval Vachharajani

ફેસબ્રુક ની માલિકી વાળું વોટ્સએપ પર છેલ્લા થોડા સમય થી ઘણા બધા સ્કેમ મેસેજીસ ફરતા થયા છે, પછી ભલે તે ડીમૉનિટરાઇઝશન ને લગતા હોઈ કે ફ્રી રિચાર્જ ને લગતા હોઈ કે પછી અનલિમિટેડ ડેટા અથવા તો વોઇસ કોલ્સ ને લગતા હોઈ. બધા જ વ્યક્તિ વોટ્સએપ નો ઉપીયોગ કરતા હોઈ છે અને આપણ ને બધા ને ક્યારેક ને ક્યારેક તો આપડા મિત્ર પાસે થી આ પ્રકાર ના મેસેજ આવતા જ હોઈ છે.

5 સિમ્પલ ટિપ્સ જેના દ્વારા તમે વોટ્સએપ પર આવતા સ્કેમ મેસેજીસ ને ઓળખી

સ્કેમર્સે હવે પોતાની દુષિત પ્રવૃત્તિઓ માટે વોટ્સએપ ને પસંદ કર્યું છે જેથી તેઓ યુઝર્સ ની અંગત વિગતો પણ જાણી શકે. મોટે ભાગે ફ્રી સર્વિસ ના મેસેજીસ જે ફરતા હોઈ છે કે જેમાં નીચે લિંક આપવા મા આવી હોઈ તે પ્રકાર ની લિંક ને ઓપન કરવી એ યુઝર્સ માટે ખુબજ જોખમી છે.

એરટેલે લોન્ચ કર્યા અનલિમિટેડ કોલ અને સાથે બે નવા પેક

જો કે, આપણ ને બધા ને આ પ્રકાર ના ખોટા મેસેજીસ આવતા જ હોઈ છે અને આપડા માં ના ઘણા બધા તેમાં નીચે આપેલી લિંક પર ઘણી વખત ક્લિક કરી લેતા હોઈ છે. તેનો મતલબ એવો થાય છે કે આ બધા ઘડાયેલા સ્કેમ્સર્સ એ પોતાના ફ્રી ઓફર ના શિકંજા માં ઘણા બધા વોટ્સએપ યુઝર્સ ને લઇ લીધા છે.

કઈ રીતે ફ્રીચાર્જ ની મદદ તમે 25,000 સુધીની રકમ બેન્કમાં ટ્રાન્સફર કરી શકશો

આ વધતા જતા વોટ્સએપ સ્કેમ મેસેજીસ ને ધ્યાન માં રાખી અને આજે ગીઝબોટ તમારી માટે લાવ્યું છે 5 સિમ્પલ ટિપ્સ જેના દ્વારા તમે સ્કેમ મેસેજીસ થી બચી શકશો.

સામાન્ય રીતે ફ્રી અને અનલિમિટેડ વાળા બધા જ મેસેજીસ ખોટા હોઈ છે.

એવા બધા જ વોટ્સએપ મેસેજીસ કે જે ફ્રી અથવા તો અનલિમિટેડ ડેટા નો દાવો કરતા હોઈ તે બધા જ મેસેજીસ સામાન્ય સંજોગો માં ખોટા હોઈ છે અને તેના પર ભરોસો કરવા જેવો નથી હોતો. દાખલા તરીકે, BSNL અને એરટેલ ના નામ પર થી એક વોટ્સએપ મેસેજ ફરતો થયો હતો કે જેમાં તેલોકો અનલિમિટેડ 4g આપવા નો દાવો કરી રહ્યા હતા, ફ્રી વોઇસ કોલ્સ અને બીજું ઘણું બધું આ બધા જ એક્દુમ ખોટા મેસેજીસ છે અને બધા ને ઇગ્નોર કરવા જોઈએ.

એરર ને ચેક કરો

જો કે, જે કોઈ પણ ઓથોરાઈઝડ મેસેજીસ હશે તે એક્દુમ ચોક્કસ હોઈ છે અને તેમાં કોઈ પણ પ્રકાર ની એરર હોતી નથી. તેમ છત્તા જો કોઈ પણ ફોર્વર્ડેડ મેસેજ માં કઈ પણ એરર હોઈ તો તે મેસેજ સ્કેમ હોવા ની શક્યતા પૂરતી છે. તેના થી સાવધાન રેહવું.

એકેય લિંક આપવા માં આવી છે?

સામાન્ય રીતે ઓફીસીઅલ મેસેજીસ માં લિંક નથી આપવા માં આવતી, અને જો કદાચ તેમાં હોઈ તો પણ તેને પહેલા ચેક કરો. દાખલા તરીકે, હાલહી માં જે BSNL વિષે નો મેસેજ ફરી રહ્યો હતો તેમાં જે લિંક આપવા માં આવી હતી તે કંઈક આવી હતી, http://bsnl.co/sim, જયારે BSNL ની ઓફીસીઅલ વેબસાઈટ નું URL કંઈક આવું છે, http://www.bsnl.in/.

તેનો મતલબ એમ થાય કે આ મેસેજ જે છે એ ખોટો છે અને હવે આ મેસેજ ને આગળ ફોરવર્ડ કરાય નહિ.

 

સત્તાવાર સૂત્રો સાથે ખાતરી કરો

વોટ્સેપ પર આવેલા કોઈ પણ ટેલિકોમ કંપની ના મેસેજીસ કે જે ફ્રી અને અનલિમિટેડ ની વાતો કરતા હોઈ તેના પર વિશ્વાસ કરતા પેહલા સૌથી પેહલા તેની ઑફિસલ વેબસાઈટ અથવા તો બીજા કોઈ સ્ત્રોત દ્વારા તે મેસેજ વિષે તાપસ કરી અને બધી વસ્તુ ને કન્ફોર્મ કરવી.

આ પ્રકાર ના મેસેજીસ ને ટાળવા

જે પ્રકાર ના વોટ્સએપ મેસેજીસ ફ્રી અનલિમિટેડ ડેટા, અથવા તો આ મેસેજ 10 વ્યક્તિ ને ફોરવર્ડ કરો, અથવા તો વોટ્સએપ બંધ થઇ રહ્યું છે આ પ્રકાર ના મેસેજીસ ને સંપૂર્ણ રીતે ટાળવા અને તેના આગળ ફોરવર્ડ કરવા નહિ.English summary
Heres how to spot quickly WhatsApp scam messages.
Please Wait while comments are loading...

Social Counting