જાણો કઈ રીતે ફેસબૂક ન્યુઝ ફીડ કસ્ટમાઇઝ કરવું

ઘણી વખત ફેસબૂક નું ન્યુઝ ફીડ ખુબ જ પરેશાન કરી નાખે તેવું હોય છે, કારણકે ઘણા મિત્રો ઘ્વારા કરવામાં આવેલું અપડેટ વારંવાર જોવા મળે છે.

By Anuj Prajapati
|

તમારા ફેસબૂક ન્યુઝ ફીડમાં તમારા મિત્રો ઘ્વારા પોસ્ટ કરવામાં આવતા ફોટો અને ન્યુઝ દેખાય છે, જેને તમે ફોલો કરો છો. આમ જોવા જઇયે તો તમારી મરજી મુજબ જ અપડેટ થાય છે કે કોને તમે જોવા માંગો છો અને કોને તમે જોવા નથી માંગતા.

જાણો કઈ રીતે ફેસબૂક ન્યુઝ ફીડ કસ્ટમાઇઝ કરવું

પરંતુ ઘણી વખત ફેસબૂક નું ન્યુઝ ફીડ ખુબ જ પરેશાન કરી નાખે તેવું હોય છે, કારણકે ઘણા મિત્રો ઘ્વારા કરવામાં આવેલું અપડેટ વારંવાર જોવા મળે છે અને તમારી સામે કેટલીક બેકાર એડ પણ આવી જાય છે. ઘણી વખત તમને સર્વે માટે પણ ઓફર કરવામાં આવે છે. જેના કારણે તમારો સમય પણ બગડે છે.

ઓઆઇએસ ફીચર, બેસ્ટ કેમેરા મોડ્યુલ ધરાવતા ટોપ સ્માર્ટફોન

એટલું જ નહીં પરંતુ તમે કોઈ ગ્રુપ અથવા તો પેજ સાથે જોડાયેલા હોવ છો તો તેના અપડેટ પણ વારંવાર આવ્યા કરે છે. ઘણી વખત આ અપડેટ એટલી વધુ આવવા લાગે છે કે તમે તેને અનફોલો પણ કરી નાખો છો. જો તમે પણ આવી ન્યુઝ ફીડ સમસ્યા અનુભવી રહ્યા છો, તો આ આર્ટિકલ તમને ખુબ જ ઉપયોગી સાબિત થશે. અહીં અમે તમને ન્યુઝ ફીડને કસ્ટમાઇઝ કરવાની કેટલીક ટિપ્સ આપીશુ. જે તમને ઉપયોગી સાબિત થશે.

સેટિંગ બદલવું

સેટિંગ બદલવું

તમારા ફેસબૂક એકાઉન્ટ પર લોગ ઈન કરો અને નીચે આપેલા એરો ટેબ પર ક્લિક કરો. ત્યારપછી સ્ક્રોલ ડાઉન કરો અને ન્યુઝ ફીડ સેક્શનને નેવિગેટ કરો. તમારી શકે ચાર વિકલ્પ આવશે.

  • કોને પહેલા જોવું તેની પ્રાયોરિટી સેટ કરો.
  • લોકોની પોસ્ટ હાઇડ કરવા માટે તેમને અનફોલો કરો.
  • જેને તમે અનફોલો કર્યા છે તેમને રીક્નેકટ કરો.
  • તમને જે પેજમાં વધારે રસ હોય તેને ડિસ્કવર કરો.
  • કોને પહેલા જોવું તેની પ્રાયોરિટી સેટ કરો.

    કોને પહેલા જોવું તેની પ્રાયોરિટી સેટ કરો.

    જો તમે પહેલા વિકલ્પને પસંદ કરો છો તો તમારી સામે બધા જ પેજ ખુલીને આવશે, જેને તમે ફોલો કરો છો. તમે તે પેજમાંથી કોઈને પણ અનફોલો કરી શકો છો. એટલું જ નહીં પરંતુ તમે એવું પણ કરી શકો છો કે તમે તે પેજને ફોલો કરતા રહો પરંતુ તેની ફીડ તમારી ન્યુઝ ફીડમાં ના દેખાય.

    લોકોની પોસ્ટ હાઇડ કરવા માટે તેમને અનફોલો કરો.

    લોકોની પોસ્ટ હાઇડ કરવા માટે તેમને અનફોલો કરો.

    બીજો વિકલ્પ છે કે તમે તેવા લોકોને અનફોલો કરી શકો છો જેના તમે મિત્ર છો અને મિત્ર બની રહેવા માંગો છો. પરંતુ તેમની પોસ્ટ તમને પસંદ નથી. જેના કારણે તેમને દુઃખ પણ નહીં થાય અને તમે તેની બેરિંગ પોસ્ટથી પણ બચી જશો.

    તેની સાથે જો તમે રીક્નેકટ ફીચરનો ઉપયોગ કરો છો તો તમે અનફોલો કરેલા લોકોને ફરીથી ફોલો કરી શકો છો અને તેમની સાથે કનેક્ટ થઇ શકો છો. આ ફીચરની સૌથી સારી વાત છે કે તમે જો પણ બદલાવ કરો છો તેના વિશે તમારા મિત્રને કોઈ જ ખબર પડતી નથી કે તેને કોઈ પણ પ્રકારનું નોટિફિકેશન મળતું નથી.

    તમને જે પેજમાં વધારે રસ હોય તેને ડિસ્કવર કરો.

    તમને જે પેજમાં વધારે રસ હોય તેને ડિસ્કવર કરો.

    આ વિકલ્પ પસંદ કરવાની સાથે જ તમારી સામે ઘણા પેજ ખુલીને આવશે. જે કેટેગરીમાં વેહેંચાઇને આવે છે તમને તમારા રસ મુજબ આ પેજને પસંદ કરી શકો છો.

    વધુ જાણો

    વધુ જાણો

    મોર ઓપશન ઉપર સેટિંગમાં જ આવે છે જેને ક્લિક કરીને તમે ઘણી એપને ફીડમાં આવવાથી રોકી શકો છો. ગેમ રિકવેસ્ટને સ્ટોપ કરી શકો છો અને બીજા ઘણા પ્રકારની સેટિંગ કરી શકો છો. આ ખુબ જ સરળ પ્રક્રિયા છે.

    નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
5 simple methods to control what you see in your Facebook News Feed.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X