તમારા ટ્વિટર એકાઉંન્ટ ને સલામત અને સુરક્ષિત રાખવા માટે ની 5 સિમ્પલ રીત

આજ ની આ અતિ આધુનિક ટેક્નોલોજી ની દુનિયા માં કોઈ વ્યક્તિ નું એવું વિચારવું કે તેનું ટ્વિટર એકાઉન્ટ ઓનલાઇન ડેન્જર થી 100% સુરક્ષિત છે તે વાત તદ્દન ખોટી છે.

By Keval Vachharajani
|

ટેક્નોલોજી નો ખુબ જ પ્રસાર થતો જાય છે ત્યારે તેની સાથે સાથે ઓનલાઇન ગુનાહો વધતા જાય છે. ત્યારે જયારે બધા ઓર્ગેનાઇઝશન તેના થી બચવા માટે પોતાની સુરક્ષા માટે કૈક ને કૈક વધારતા રહેતા હોઈ છે ત્યારે ઘણી વખત એવું લાગે છે કે હેકર્સ તેમના થી દર વખતે એક પગલું આગળ જ ચાલતા હોઈ છે.

તમારા ટ્વિટર એકાઉંન્ટ ને સલામત અને સુરક્ષિત  રાખવા માટે ની 5 સિમ્પલ

આજ કાલ હેકિંગ એ એક સામાન્ય શબ્દ થઇ ગયો છે, જેમાં તેઓ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ ને અને ગોવેર્નમેન્ટ ના પોર્ટલ અને ફિનાશ્યલ ઓર્ગનાઈઝશન ને જ સામાન્ય રીતે પોતાના શિકંજા માં લેતા હોઈ છે.

લાવા નો નવો ફોન મેટલ 24, કિંમત 2000 રૂપિયા

ક્યારેક તમે તમારા મિત્ર પાસે થી સાંભળ્યું હશે કે તેનું એકાઉંન્ટ હેક થઇ ગયું અથવા તો ઘણી વાખત સમાચાર વાંચતી અથવા તો જોતી વખતે પણ ઘણી વખત તમને હેકકીંગ ના કિસ્સા જોવા મળ્યા હશે. હાલ હી માં જ જો તમે ક્યાંય સાંભળ્યું હશે તો તમને ખ્યાલ હશે કે રાહુલ ગાંધી નું ગુગલ અને ટ્વિટર નું એકાઉન્ટ હેક કરવા માં આવ્યું હતું.

ફેસબુક ના CEO માર્ક ઝકરબર્ગ, ટ્વિટર ના CEO જેક ડોર્સીએ, ગુગલ ના CEO સુંદર પીચાઈ, ટ્વિટર ના કો ફાઉન્ડર અને તેના પૂર્વ સીઈઓ ઇવાન વિલિયમ્સ, આ બધા જ લોકો એ પોતાનું સોશ્યિલ મીડિયા એકાઉન્ટ ને ક્યારેક ને ક્યારેક હેક કરવા માં આવેલા જ છે.

એન્ડ્રોઇડ ની કહાની, કપકેક થી નોગૅટ સુધી, જાણો અહીં...

આજ કાલ ટ્વિટર યુઝર્સ ના એકાઉન્ટ સૌથી વધુ માત્રા માં હેક થઇ રહ્યા છે કેમ કે ટ્વિટર આજે સૌથી વધુ ઉપીયોગ મા લેવાતું સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ છે. અને આજે જયારે તેનો સૌથી વધુ ઉપીયોગ લોકો સમાચાર જાણવા માટે કરતા હોઈ છે, તેના કારણે આજે દુનિયા ના ક્યાં ખૂણા માં શું થઇ રહ્યું છે તે આજે ટ્વિટર ની મદદ થી જાણવું ખુબ જ સરળ બની ગયું છે.

તો જો કોઈ વ્યક્તિ એવું કહે કે તેમનું ટ્વિટર એકાઉન્ટ ઓનલાઇન ખતરા થી 100% સુરક્ષિત છે તો તે વાત એક્દુમ ખોટી છે, હા આ સત્ય ને સ્વીકારવું કદાચ થોડું અઘરું હોઈ શકે છે પરંતુ હકીકત તો એ જ છે કે કોઈ પણ વ્યક્તિ નું એકાઉન્ટ હેક થઇ શકે છે.

પરંતુ આ રહ્યા તમારા ટ્વિટર એકાઉન્ટ ને સેફ રાખવા માટેના અમુક સરળ રસ્તા.

એક સ્ટ્રોંગ પાસવર્ડ બનાવો

એક સ્ટ્રોંગ પાસવર્ડ બનાવો

સામાન્ય રીતે તમારે એક એવો સ્ટ્રોંગ પાસવર્ડ બનાવો જોઈએ કે જે તમે બીજી કોઈ પણ સાઈટ પર ઉપીયોગ ના કરતા હોઈ. સ્ટ્રોંગ પાસવર્ડ બનાવતી વખતે તમારે શબ્દો ને ભેગા કરવા ના રહેશે અમુક સાઇન્સ નો ઉપીયોગ કરવા નો રહેશે, અને અમુક આંકડા નો પણ ઉપીયોગ કરવા નો રહેશે. તમે એક લાંબા વાક્ય નો પણ ઉપીયોગ કરી શકો છો કે જે તમે સરળતા થી યાદ રાખી શકો.

અને તમારા પાસવર્ડ ને પણ તમારે થોડા થોડા સમયે બદલતા રેહવું જોઈએ એ એક સારી ટેવ છે.

વધુ માં તમે તમારા પાસવર્ડસ ને સુરક્ષિત રાખવા માટે પાસવર્ડ મેનેજમેન્ટ ટૂલ નો પણ ઉપીયોગ કરી શકો છો.

લોગઇન વેરિફિકેશન નો ઉપીયોગ કરો

લોગઇન વેરિફિકેશન નો ઉપીયોગ કરો

તમે ટ્વિટર પર તમારી સુરક્ષા વધારવા માટે એક વધારા નું ફીચર પણ એડ કરી શકો છો. જેમ કે ટ્વિટર તમારું એકાઉન્ટ તમારા સિવાઈ કોઈ બીજી વ્યક્તિ ના ઉપીયોગ કરી શકે તેના માટે 2 સ્ટેપ વેરિફિકેશન અને લોગઇન વેરિફિકેશન મેકેનિઝ્મ નો ઉપીયોગ કરે છે.

આના દ્વારા તમે જયારે લોગઇન કરશો ત્યારે ટ્વિટર તમને તમારા ફોન પર એક વેરિફિકેશન કોડ મોકલશે. ત્યાર બાદ તમારે તમારું એકાઉન્ટ નો ઉપીયોગ કરવા માટે તે વેરિફિકેશન કોડ નાખવો પડશે.

શંકાસ્પદ લિંક્સ પર ક્લિક ન કરો

શંકાસ્પદ લિંક્સ પર ક્લિક ન કરો

હેક અથવા તો સ્કેમ કરવા વાળા તમારી અંગત માહિતી જાણવા માટે હંમેશા ટ્વિટ અથવા ઇમેઇલ અથવા તો ટ્વિટર પર ડાઇરેક્ટ મેસેજ નો ઉપીયોગ કરતા હોઈ છે.

તેથી એ વાત ની હંમેશા કાળજી રાખવી કે તમે કોઈ અજાણ્ય અથવા તો શંકાસ્પદ લિંક પર ક્લિક ના કરો અને એ વાત નું પણ હંમેશા ધ્યાન રાખવું કે તમારા લોગ ઈન ની માહિતી આપવા પેહલા એ ચોક્કસ થી જોઈ લેવું કે તમે ટ્વિટર.કોમ પર જ છો. અને ખાસ કરી ને તમારું આઈડી અને પાસવર્ડ ની માહિતી બીજી કોઈ જ 3rd પાર્ટી એપ કે વેબસાઈટ ને આપવી ખાસ કરી ને એવી જગ્યા એ જે તમને વધુ ફોલોવર આપવા ની અથવા પૈસા આપવા ની અથવા તો તમારું એકાઉન્ટ વેરીફાય કરવા નો દાવો કરતી હોઈ.

3rd પાર્ટી એપ્સ પર ધ્યાન આપો

3rd પાર્ટી એપ્સ પર ધ્યાન આપો

માત્ર એ જ 3rd પાર્ટી એપ્સ પર ધ્યાન આપવા નું રહેશે કે જે ટ્વિટર પર જ બની હોઈ અને જે તમારા એકાઉન્ટ સાથે સીધી જોડાઈ જાતિ હોઈ. કેમ કે જે 3rd પાર્ટી એપ સાથે તમે હવે જોડાવ છો તે હવે તમારા બધા જ ડેટા નો ઉપીયોગ કરી શકે છે.

અને ભવિષ્ય માં એવું બની શકે છે કે તે તમારા એકાઉન્ટ માંથી કોઈ એવી ગતિવિધિ કરે જેના લીધે તમારું એકાઉન્ટ સસ્પેન્ડ થઇ શકે છે. તેથી એ વાત નું ખાસ ધ્યાન આપવું કે માત્ર ને માત્ર વિશ્વસનીય એપ્સ ને જ તમારા એકાઉન્ટ સાથે જોડાવા ની અનુમતિ આપવી.

તમારા કોમ્પ્યુટર સોફ્ટવેર ને અપડેટ કરો

તમારા કોમ્પ્યુટર સોફ્ટવેર ને અપડેટ કરો

અને હા તમારે આ વાત નું પણ ધ્યાન રાખવું કે તમારા કોમ્પ્યુટર નો સોફ્ટવેર, તેનું બ્રાઉઝર, એન્ટી વાઇરસ, આ બધી જ વસ્તુ એક્દુમ લેટેસ્ટ હોવી જોઈએ.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Here's how to keep your twitter account safe and secure: 5 simple steps.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X