તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર મેસેજ ટાઈપ કર્યા વગર જ વોટ્સએપ માં મેસેજ મોકલવા માટે ની 4 સિમ્પલ ટ્રીક.

Written by: Keval Vachharajani

વોટ્સએપ પર મિત્રો સાથે ચેટિંગ એ ખુબ જ જરૂરી બની ગયું છે. પરંતુ ઓફિસ માં આખો દિવસ લાંબા લાંબા મેસેજ લખી શકીએ નહિ અને હવે લાંબા લાંબા મેસેજ લખવા એ ખુબ જ કાંટાળા વાળું કામ બની ગયું છે. આનો એક રસ્તો છે જેના દ્વારા તમે તમારા મિત્રો ને વોટ્સએપ પર મેસેજ ટાઈપ કર્યા વગર મોકલી શકશો.

તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર મેસેજ ટાઈપ કર્યા વગર જ વોટ્સએપ માં મેસેજ

આ ટ્રીક ને અનુસરવા થી તમને ફાયદો એ થશે કે તમારું લાસ્ટ સીન નહિ બતાવે, તમને ઓનલાઇન નહિ બતાવે જેથી તમે એવા લોકો થી બચી શકશો જેને તમે ઇગ્નોર કરવા માંગો છો.

# તમારી મદદ કરવા માટે ગૂગલ હાજર છે.

વોટ્સએપ ખોલ્યા વગર મેસેજ મોકલવા માટે, માત્ર ગૂગલ જ એવી વસ્તુ છે જે તમને મદદ કરી શકશે. ગૂગલ વોઇસ નો ઉપીયોગ તમારી જિંદગી ને સરળ બનાવી દેશે.

#1 ગૂગલ એપ ને ઓપન કરો અને બોલો "ઓકે ગૂગલ"

યુઝર એ માત્ર એટલું જ કરવા નું છે, કે ગૂગલ ની એપ ખોલી અને તેમાં મોટા આવજે બોલવા નું રહેશે "ઓકે ગૂગલ"

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

#2 હવે વોટ્સએપ મેસેજ બોલો

તો વોટ્સએપ, પર મોટા મોટા મેસેજ લખવા ને બદલે, એન્ડ્રોઇડ ફોન ના યુઝર્સ એ માત્ર વોટ્સએપ મેસેજ બોલવા નો જ રહેશે, પછી ભલે તે ગમે તેટલો લાંબો હોઈ. ગૂગલ તમને પૂછે કે "વ્હોટ મેસેજ યુ વોન્ટ ટુ સેન્ડ" આ રીતે તમે લાંબા મેસેજીસ લખવા થી તમારી જાત ને બચાવી શકશો.

#3 તમારે તમારા જે મિત્ર ને મેસેજ મોકલવો હોઈ તેનું નામ બોલો

મેસેજ બોલાઈ ગયા બાદ, ગૂગલ તમને નામ પૂછશે કે તમારે આ મેસેજ કોને મોકલવો છે, ત્યાર બાદ તમારે જેને મેસેજ મોકલવો હોઈ તેનું નામ બોલો અને ગૂગલ તેને ઓળખી જશે.

#4 "સેન્ડ ઈટ" બોલો

હવે પોતે બોલેલા મેસેજ ને મોકલવા માટે યુઝર એ માત્ર "સેન્ડ ઈટ" બોલવા નું રહેશે. જો તમારે મેસેજ માં કઈ સુધારા વધારા કરવા હોઈ તો બોલો "ચેઇંજ ઈટ"

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
Follow these 4 simple steps to send WhatsApp messages without typing. Knwow how.
Please Wait while comments are loading...

Social Counting